Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

સુરત : 1.31 કરોડના મેફેડોન ડ્રગ્સ મામલે વધુ બે આરોપીની નવી મુંબઈથી ધરપકડ

પકડાયેલા આરોપીઓએ જ સલમાન અને મનોજને ડ્રગ્સનું જથ્થો આપ્યો હોવાનું સામે આવ્યું

સુરત: 1.31 કરોડના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછના આધારે ક્રાઇમ બ્રાન્ચે વધુ બે આરોપીઓની નવી મુંબઈથી ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓએ જ સલમાન અને મનોજને ડ્રગ્સનું જથ્થો આપ્યો હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ આરોપી આદિલ પાસેથી ડ્રગ્સ લેનારા લોકોની પૂછપરછ કરવામાં આવી છે. t latest news in gujarati

મેફેડ્રોન ડ્રગ્સ  મામલે તપાસ કરી રહેલી સુરત ક્રાઇમ બ્રાન્ચે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચના એસીપી આર આર સરવૈયાએ જણાવ્યું હતું કે અગાઉ પકડાયેલા આરોપી સલમાન ઝવેરી અને મનોજની પૂછપરછના આધારે નવી મુંબઈથી વીરામની ઉર્ફે અન્ના ઉર્ફે પાંડુરંગા આન્ડયાપન ઉર્ફે કરૂપ્યાસામી આન્યાપન તથા પ્રવિણ રોહીદાસ મ્હાત્રેની ધરપકડ કરી છે.અગાઉ પકડાયેલા આરોપી મનોજ ભગત અને મોહંમદ સલમાન ઉર્ફે અમનને ડ્રગ્સનું જથ્થો અન્ના અને પ્રવીણ જ આપતા હતા. બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ મેળવવામાં આવશે. જેમાં ડ્રગ્સ ક્યાંથી લાવતા હતાં?, કોણ બનાવતું હતું?, ક્યાં બનાવતાં હતાં?, કોણ કોણ આ ગુનામાં સામેલ છે?, તે અંગેની તપાસ પોલીસે શરૂ કરી છેtest n gujarati

આદિલ સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા પોતાના ફ્લેટમાં ડ્રગ્સનું જથ્થો રાખતો હતો, સાથે જ ત્યાં તે પાર્ટી પણ કરતો હતો. આ પાર્ટીમાં અનેક નબીરાઓ આવતા હતાં. જેમાંથી કેટલાક ડ્રગ્સ લેતા હતાં, ક્રાઇમ બ્રાન્ચે જેમની પૂછપરછ કરી છે, તેમાં કેટલાક એવા પણ છે જેઓ ડ્રગ્સ લેતા હતાં. જોકે હાલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી નથી. આ અંગે પોલીસનું કહેવું છે કે જેમની સામે પુરાવાઓ મળશે તેમની સાંમે કાર્યવાહી કરવામાં આવશે.

(6:27 pm IST)