Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

જામનગરમાં સગીરા પછી અમદાવાદમાં ઝુંડાલ પાસે શ્રમજીવી મહિલા પર ગેંગરેપ

શ્રમજીવી મહિલાને ઝાડીઓમાં ઢસડીને બે નરાધમોએ ગેંગરેપ કર્યો : એક ઝડપાયો;બીજાની શોધખોળ

અમદાવાદ: જામનગરની સગીરા પર બળાત્કારના કેસની શાહી સૂકાઈ નથી ત્યાં અમદાવાદમાં ગેંગરેપનો વધુ એક કેસ સામે આવ્યો છે. ઝુંડાલ પાસે 35 વર્ષીય શ્રમજીવી મહિલાને બે શખ્સો ઝાડીઓમાં ઢસડી ગેંગરેપ કરનાર બે માંથી એક આરોપીને ક્રાઈમબ્રાન્ચે ઝડપી તપાસ હાથ ધરી છે. મહિલાનો મોબાઈલ ફોન લૂંટી લેનાર આરોપીઓએ ફોન વેચ્યોને ઝડપાઇ ગયા હતાં.20 દિવસ અગાઉ અખબારનગર પાસે મહિલાને મજૂરીકામના બહાને ઝુંડાલ પાસે લઈ જઈ બે શખ્સો ઝાડીઓમાં ઢસડી ગયા હતા. જ્યાં એક શખ્સે ગળું દબાવી મહિલા રેપ કર્યો અને બાદમાં તે જ શખ્સે મહિલાના ગળા પર પગ મૂકી રાખ્યો ને તેના બીજા સાગરીતે રેપ કર્યો હતો. 20 દિવસ અગાઉ બનેલી ગેંગ રેપની આ ઘટના અંગે સાબરમતી પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ નોંધાવી હતી.

ક્રાઇમબ્રાન્ચના એસીપી ડી.પી.ચુડાસમા, પીઆઈ ડી.બી.બારડ, પીએસઆઈ એસ.જે.દેસાઈ અને એમ.એચ.શિણોલ સહિતના અધિકારી લૂંટ વિથ ગેંગરેપના ગંભીર ગુનાના આરોપીઓને ઝડપી લેવા કામે લાગ્યા હતા. દરમિયાન ગેંગરેપનો ભોગ બનેલી મહિલાનો ફોન આરોપીઓ લૂંટી ગયા હતા. જે ફોન એક્ટિવેટ થયાની વિગતો પોલીસને મળી હતી.abad crime news today

પોલીસે ફોનનો ઉપયોગ કરનાર 12 વર્ષના તરૂણ અને તેના પિતાની પૂછપરછ કરતા વિગતો મળી કે. 300 રૂપિયામાં ફોન પપ્પુ માનસિંગ હટીલા આ ફોન વેચાણ આપી ગયો હતો. જેના આધારે રેનબસેરામાં રહેતા પપ્પુની પોલીસે ધરપકડ કરી હતી. આરોપીની તપાસમાં પપ્પુ અને તેના સાગરીતે મહિલા પર ગેંગરેપ કર્યાની કબૂલાત કરી હતી.પોલીસે પપ્પુના સાગરીતની શોધખોળ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં રહેતી રેખા (નામ બદલ્યું છે.) અમે તેનો પતિ કડીયાકામ અને કલરકામની મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ગત 16મી સપ્ટેમ્બરના રોજ રેખા અખબારનગર સર્કલ પાસે કડીયાનાકે કામ મેળવવા તેના પતિ સાથે ગઈ હતી. રેખાનો પતિ કામ મળતા નીકળી ગયો જ્યારે રેખાને કામ મળ્યું ન હતું.

તે જ સમયે બ્લેક અને વ્હાઇટ શર્ટ પહેરેલા 20 થી 25 વર્ષના બે યુવક રેખા પાસે આવ્યા હતા. બન્ને યુવકોએ ઝુંડાલ પાસે કડીયા કામે આવું છે તેવી વાત કરતા રેખાએ હા પાડી હતી. ત્રણે જણા બીઆરટીએસ બસમાં બેસી અખબારનગરથી ઝુંડાલ સર્કલ આવ્યા અને ચા પીધી હતી. રિક્ષામાં બેસી વૈષ્ણોદેવી તરફ રસ્તામાં આવતા ગરનાળા પાસે બિલ્ડીંગનું કામ ચાલતું ત્યાં ઉતર્યા હતા.બન્ને યુવકો રેખાને લઈ ચાલતા જતા હતાં. તે સમયે ત્યાં બ્લેક શર્ટ પહેરેલ યુવકે સફેદ શર્ટ વાળા યુવકને કીધું તું પાવડા તગાળા લેતો આવ અને મારી બૈરીને પણ બોલાવી લેજે. રેખા બ્લેક શર્ટવાળા યુવક સાથે ચાલતી ઝાડીઓ નજીક પહોંચી તે સમયે સફેદ શર્ટ વાળો યુવક પણ ત્યાં દોડતો આવી ગયો હતો.

રેખાનું મોં દબાવી બન્ને યુવક તેણે બાવળની ઝાડીઓમાં લઈ ગયા જ્યાં બ્લેક શર્ટ પહેરેલ યુવકે રેખાને જમીન પર ધક્કો મારી નીચે પાડી હતી. ગળું દબાવી તેની પર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં બ્લેક શર્ટ વાળા યુવકે રેખાના ગળા પર પગ મૂકી દીધો અને સફેદ શર્ટ પહેરેલ યુવકે દુષ્કર્મ આચર્યું હતું.રેખાને આરોપીઓએ મારમારી 1300 રૂપિયા સાથેનું પર્સ અને મોબાઈલ ફોન પણ લૂંટી લીધો હતો. આરોપીઓએ આ અંગે તું ફરિયાદ કરીશ તો સમાજમાં બદનામ થઈ જઈશ તેમ કહી નીકળી ગયા હતા. આરોપી રેખાને ઢસડીને લઈ ગયા હોવાથી પગે મોચ અને ગળામાં ઇજા થઇ હતી.
સ્વસ્થ થયેલી રેખા ચાલતી ચાલતી બહાર આવી હતો.રસ્તામાં મળેલી વૃદ્ધાએ રેખાને 20 રૂપિયા આપ્યા ત્યાંથી તે ચાની કીટલી પર પહોંચી હતી. ત્યાં બન્ને યુવકોને કોઈ ઓળખતું હોય તો જાણવા પ્રયાસ કર્યો હતો. જોકે બન્ને યુવકોને કોઈ ઓળખતું ન હતું. રેખાને ચા વાળાએ ભાડું આપતા તે રિક્ષામાં બેસી ઘરે પહોંચી અને પતિને બનાવની જાણ કરી હતી. બીજી તરફ રેખા સ્વસ્થ થતાં પતિ પત્નીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

(6:20 pm IST)