Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

ભરૂચના નબીપુર કવીઠા ચોકડી પર અજાણ્યા વાહનની ટકકરે એક મહિલાનું મૃત્યુ: અરેરાટી

રસ્તપ ક્રોસ કરતી વેળાએ અજાણ્યા વાહને અડફેટે લેતા શ્રમજીવી મહિલાનું કરૂણમોત

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર આવેલા ભરૂચ તાલુકાના નબીપુર કવીઠા ચોકડી પર અજાણ્યા વાહને એક મહિલાને અડફેટમાં લેતા તેનું કરૂણ મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. અકસ્માત થતા લોકટોળા ભેગા થઈ ગયા હતા

 . નબીપુર કવીઠા ચોકડી પરથી એક શ્રમજીવી મહિલા મેથેલીબેન જ્યારે માર્ગ ક્રોસ કરી રહી હતી ત્યારે વડોદરાથી સુરત તરફ જતા અજાણ્યા વાહનની અડફેટે આવી જતા મહિલાનું ઘટના સ્થળે માથા પર અને શરીરે ગંભીર ઈજાગ્રસ્ત થતા તેને સારવાર મળે તે પહેલાં જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

  હાલમાં નબીપુર કવીઠાના માર્ગનું નવીનીકરણનું કામ ચાલે છે ત્યાં આ મહિલા મજૂરીનું કામ કરતી હોવાની માહિતી સાંપડી હતી.આ અકસ્માત થતા લોકોએ આવી બચાવ કામગીરી કરવા તત્પર થતા પહેલા આ મહિલાએ દમ તોડી દીધો હતો.આ અકસ્માતની જાણ નબીપુર પોલીસને કરતા ઘટના સ્થળે નબીપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પહોંચી જઈ કાયદેસર કાર્યવાહી કરી મહિલાના મૃતદેહને પી એમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:51 pm IST)