Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

સાબરકાંઠા જિલ્લામાં છેવાડાના પોશીના વિસ્તારમાં ઘરમાં ઘુસી 15 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

સાબરકાંઠા:જિલ્લામાં છેવાડેના પોશીના વિસ્તારમાં તાજેતરમાં બિયારણ એજન્ટ ઘરમાં ઘૂસીને ૧૫ વર્ષીય યુવતીની લાજ લેવા પ્રયાસ કરતા સમગ્ર મામલે યુવતીએ એક શખ્સ સામે કાર્યવાહીની માગણી કરતી અરજી સાથે યુવતીએ સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકના દ્વાર ખટખટાવતા અંગેની તપાસ હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશન દ્વારા થઈ રહી છે.

શખ્સ બિયારણ વેચવા માટે એજન્ટ તરીકે કામ કરે છેયુવતીએ અરજીમાં જણાવ્યું કે તેણી ઘરમાં હું એકલી હતી શખ્સપાણી પીવાના બહાને ઘરમાં ઘૂસી આવી ઘરનો દરવાજો બંધ કરી દીધો હતોઅને બળજબરી કરી ઘરના ખૂણામાં લઈ જઈ જબરદસ્તીથી તેણીની ઇજ્જત લૂંટવા પ્રયાસ કરતા યુવતીએ બૂમાબૂમ કરતા ઘરના બાજુનાં ખેતરમાંથી એની મોટી બહેન દોડીને આવી ગઈ હતી અને શખ્સ ફરાર થઈ ગયો હતો. જતા જતા તેણીને તેમજ તેણીની બહેનને વાત કોઈને કહેશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

(5:39 pm IST)