Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

સુરતના લીંબાયતમાં નજીવી બાબતે ત્રણ માથાભારે યુવાનોએ શ્રમજીવી યુવાનને ચપ્પુના ઘા મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો

સુરત: શહેરના લીંબાયત વિસ્તારમાં નજીવી બાબતે ત્રણ માથાભારે યુવાનોએ શ્રમજીવી યુવાનને ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો. માથાભારે બડા ગાવઠી ગત શુક્રવારે શ્રમજીવી યુવાનનું એક્ટીવા આંટો મારવા લઈ ગયા બાદ તેમાં નુકશાન થયું હોય તેને ઠપકો આપ્યો હતો તેની અદાવત રાખી હુમલો કર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રનો વતની અને સુરતમાં લીંબાયત ગોડાદરા આસપાસ મંદિર પાસે સ્વામી નારાયણ સોસાયટી પ્લોટ નં.204/2 માં રહેતા અને મજૂરીકામ કરતા 22 વર્ષીય વિવેક ઉર્ફે જીગર રોહીદાસ મહાજન પાસેથી ગત શુક્રવારે પરિચિત બડા ગાવઠી ( રહે. ડિંડોલી, સુરત ) પાંચ મિનિટ માટે એક્ટીવા આંટો મારવા લઈ ગયો હતો. જોકે, અડધો કલાક બાદ તે પાછો ફર્યો ત્યારે એક્ટીવાના આગળના ભાગે નુકશાન થયું હોય વિવેકે ઠપકો આપતા તેમની વચ્ચે ઝઘડો થયો હતો. દરમિયાન, ગત બપોરે 1.30 ના અરસામાં વિવેક લીંબાયત રણછોડનગર રંગીલાનગરની બાજુમાં આર.ડી ફાટક પાસે મિત્ર પિન્ટુ વાક્યાની રાહ જોતો ઉભો હતો ત્યારે બડા ગાવઠી અને તેના બે મિત્રો સુરેશ ( રહે.રણછોડનગર, ડીંડોલી, સુરત ) અને મદારી ( રહે. મહાદેવનગર, ડીંડોલી, સુરત ) ત્યાં આવ્યા હતા. બનાવની જાણ થતા દોડી ગયેલી લીંબાયત પોલીસે વિવેકની ફરિયાદના આધારે બડા ગાવઠી, સુરેશ અને મદારી વિરૂદ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે

(5:36 pm IST)