Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

વડોદરા: ગદાપુરા વિસ્તારમાં દુકાનનું શટર તોડી તસ્કરી કરનાર રીઢા આરોપીને ડીસીબી પોલીસે રંગે હાથે ઝડપી 3.12 લાખનો મુદામાલ જપ્ત કર્યો

વડોદરા: શહેરના ગદાપુરા વિસ્તારમાં આવેલી દુકાનનું શટર તોડીને ચોરી કરનાર રીઢા આરોપીને ડીસીબી પોલીસે ઝડપી પાડી .૧૨ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ગોત્રી ગદાપુરા સંપતપાર્ક સોસાયટીમાં રહેતા રામતીવર હરિમાનદત્ત પાંડેની નજીકમાં આવેલા રામેશ્વર ફ્લેટમાં ગ્રાઉન્ડફ્લોર પર ગુરૃકૃપા પાન એન્ડ જનરલ સ્ટોર નામની દુકાન ચે. ગત ૧૮મી સપ્ટેમ્બરે રાત્રે તેમની દુકાનના શટરનો નકૂચો તોડીને ચાર સીગારેટ  અને ગુટખાના પેકેટ મળીને ૨૦ હજાર રૃપિયાની મત્તા ચોરી ગયો હતો. જે અંગે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. દરમિયાન ડીસીબી પોલીસે ગુનામાં સામેલ આરોપી ઇબ્રાહીમ ઉર્ફે એટી.એમ મોહંમદસીદ્દીક તાહેમવાલા (રહે. આમેના હાઇટ્સ  તાંદલજા) ને ઝડપી પાડી એક કાર, સિગારેટના ૬૦ પેકેટ તથા રોકડા ૨૨૦૦ રૃપિયા મળીને કુલ રૃપિયા .૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ઇબ્રાહીમ ઉર્ફે .ટી.એમ વિરૃધ્ધ ચોરીના ૨૪ ગુનાઓ નોધાયા છે અને બે વખત તેની પાસામાં પણ અટકાયત થઇ છે

(5:36 pm IST)