Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં માનસિક અસ્વસ્થ શખ્સ પર પિતા-પુત્રનો હુમલો થતા પોલીસે ફરિયાદ

વડોદરા:માનસિક અસ્વસ્થનાના કારણે ગમે તેમ બોલતા શખ્સ પર પિતા-પુત્રે  ચપ્પુ અને લાકડીથી હુમલો કરી માર માર્યો હતો. લક્ષ્મીપુરા પોલીસે પિતા-પુત્ર વિરૃધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

લક્ષ્મીપુરા રોડ પર રહેતા ૪૦ વર્ષના શખ્સ છેલ્લા ત્રણ વર્ષથી માનસિક અસ્વસ્થ છે અને  કારેલીબાગની  મેન્ટલ હોસ્પિટલમાં તેની સારવાર પણ ચાલે છે. ગઇકાલે સવારે શખ્સ નજીકમાં આવેલા  મંદિર પાસે જાહેરમાં જોરજોરથી બૂમો પાડી બકવાસ કરતો  કરતો હતો. જેથી ઉશ્કેરાયેલા જાતી રૃપસીંગ મકવાણા અને તેના પુત્ર શેખરે લાકડી તેમડ ચપ્પુ વડે માનસિક અસ્વસ્થ વ્યક્તિ પર હુમલો કરી તેના હાથે અને પગે ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્તની પત્નીની ફરિયાદના આધારે લક્ષ્મીપુરા પોલીસે પિતા પુત્રની શોધખોળ હાથ ધરી છે

જ્યારે અન્ય એક બનાવમાં  હાથીખાનામાં રહેતા રીક્ષા ડ્રાયવર મુબીન કુરબાનભાઇ શેખ પર મોહસીન  ગનીભાઇ શેખ (રહે. કલાલી વુડાના મકાનમાં) તેમજ અયાન સલિમભાઇ શેખ (રહે. હાથીખાના) જુના ઝઘડાની અદાવતે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. જે અંગે પાણીગેટ પોલીસે વધુ  તપાસ હાથ ધરી છે.

(5:34 pm IST)