Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

વડોદરા: નવાપુરા વેરાઇમાતા ચોક નજીક કાર પાર્ક કરી મેચ પર સટ્ટો ત્રણ આરોપીઓની પીસીબીએ ધરપકડ કરી

વડોદરા: શહેરના નવાપુરા વેરાઇમાતા ચોક પાસે વ્રજવાટિકા કોમ્પલેક્સની નીચે કાર પાર્ક કરીને આઇપીએલની મુંબઇ ઇન્ડિયન્સ તેમજ હૈદ્રાબાદ વચ્ચેની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા ત્રણ આરોપીઓને પીસીબી પોલીસે ઝડપી પાડયા છે જેમાં () ઇમરાનખાન તેજમહંમદખાન પઠાણ (રહે. મધુનગર સોસાયટી ગોરવા) () સંજય રમેશભાઇ સોની (રહે. રાજમહેલ રોડ દયાળભાઉનો ખાંચો) અને () આકાશ રમેશભાઇ પટેલ (રહે. નવાપુરા) નો સમાવેશ થાય છે. સટોડિયાઓ લેપટોપ અને મોબાઇલ ફોનની મદદથી સટ્ટો રમાડતા હતા. પોલીસે કાર, લેપટોપ અને મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા .૮૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે કરજણના વાહીદ પઠાણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

(5:34 pm IST)