Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

અમદાવાદના બોડેલીમાં સોશિયલ મીડિયા પર યુવતી સાથે મિત્રતા કેળવી ઘરે બોલાવી દુષ્કર્મ આચરનાર યુવક વિરુદ્ધ ગુનો દાખલ

બોડેલી: શહેરના એક યુવકે સોશિયલ મીડિઆ પર એક યુવતીને મિત્ર બનાવી પ્રેમસંબંધ બાંધી ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યાનો વીડિઓ યુવતીનું ફેસબુક એકાઉન્ટ હેક કરી યુવતીના ફેસબુક પર અપલોડ કરી દેતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા યુવક સહિત તેના માતા પિતા વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ગઇ તા.26જાન્યુઆરીએ પીડિત યુવતીએ તેના ફેસબુક એકાઉન્ટ પર ધૃવ કામલીયા નામના યુવકે મોકલેલી ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારી હતી અને ત્યાર બાદ ધુ્રવ કામલિયા યુવતીને અવાર નવાર વોટ્સએપ ઉપર મેસેજ કરી યુવતી સાથે વાત કરવાનો પ્રયાસ કરી યુવતીને મળવા માટે બોલાવેલીયુવતીએ તેને મળવાની ના પાડી.

આથી સતત એક  મહિના સુધી યુવતીને હેરાન કરતાં યુવતી  ધુ્રવ કામલિયા મળવા માટે ગઇ હતીઅને યુવતીએ તેને પૂછ્યુ કે મને કેમ હેરાન કરે છે ? જેથીે હું તને પસંદ કરૂ છું અને તારી સાથે પ્રેમ સંબંધ રાખવા માંગુ છું એમ ધુ્રવ કામલિયાએ જણાવેલું ત્યારે યુવતીએ હું તારી સાથે આવા કોઇ સંબંધ રાખવા માંગતી નથી અને હવે પછી મને હેરાન ના કરતો નહી તમ ચોખ્ખુ સુણાવી દીધું હતું તેમ છતાં તે યુવતીને ફોન કરી સતત હેરાન કરતો હતો અને યુવતીને ધમકાવી પણ હતી.  

(5:29 pm IST)