Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

મુંબઇમાં હિરા ઉદ્યોગકારોનું આકર્ષણ કેન્દ્ર સુરતઃ અનેક કંપની સુરતમાં આવવા તૈયાર

ડાયમંડ બ્રુર્સ અને આતંરરાષ્ટ્રીય ઉડાનોને કારણે આકર્ષણ વધ્યું

સુરત તા. પ : કોરોનાની સ્થતિ પહેલા લોકડાઉન બાદ તબકકાવાર અનલોકની સ્થતિથી ધીરે ધીરે આર્થિક સ્થતી ધીરે ધીરે વેગ પકડી રહી છે હિરાનગરી સુરતમાં હવે મુંબઇની પણ ટોચની કંપની તેનુ કામકાજ શરૂ કરવાના ઉજળા સંજોગો નિર્માણ પામ્યા છે કોરોનાની સુધરતી સ્થતિ  દિવાળી પછી મુંબઇના હિરા ઉદ્યોગકારો સુરતમાં તેનું કામકાજ શરૂ કરી શકે છે.

કોવીડી-૧૯ ની પરિસ્થિતિમાં અત્યાર સુધીમાં અંદાજે ૭૦ કંપનીઓ સુરત આવી ચુકી છે હકીકતે સુરતમાં આગામી દિવસોમાં ડાયમંડ બ્રુર્સ બનવાની સાથે આંતરરાષ્ટ્રીય ઉડાનો શરૂ થનાર છે આ બધી સુવિધાઓ અને સંભાવનાઓને ધ્યાને રાખીને મુંબઇના કેટલાક હિરા ઉદ્યોગપતીઓએ  સુરત સ્થાયી થવાની તૈયારી દર્શાવી છે.

સુરતના ઇચ્છાપોરમાં ટ્રેડ ઝોનમાં રફ હીરાની ખરીદ-વેચાણ કેન્દ્ર બનાવવા તેમજ ડાયમંડ બુર્સ હીરા ઉદ્યોગ માટે સુવિધા ઉપલબ્ધ થશે સુરતનું હિરાનું કામકાજ વિશ્વસનીય વિશ્વભરમાં જાણીતું છે.

દરમ્યાન સુરતના અનેક હિરા ઉદ્યોગપતિઓની ઓફીસ મુંબઇમાં છે તેઓનું સુરત આવવાના કારણ એ પણ છે કે સુરતમાં લેબર સરળતાથી અને ઓછી કિંમતે મળે છે.

(3:57 pm IST)