Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

સત્તાધારી પક્ષે પેટાચૂંટણી મામલે કરાવ્યો બીજો સર્વેઃ ચોંકાવનારા તારણ સામે આવવાથી ભાજપની ઉંઘ હરામ

પાંચ બેઠક પર ભાજપના સંભવિત ઉમેદવારોના નામના કારણે પક્ષમાં જ નારાજગી છેઃ પાંચ બેઠક પર ઉમેદવારોના કારણે ભાજપ હારે તેવું સર્વેનું તારણ સામે આવ્યુ છેઃ અગાઉ ભાજપે કરાવેલા સર્વેમાં આઠ પૈકી ચાર બેઠક મળવાનું તારણ સામે આવ્યુ હતુ.. ત્યારે હવે ભાજપને વર્તમાન સ્થિતિમાં આઠેય બેઠક પર નુકસાની જઈ શકે છે

અમદાવાદ, તા.૫: રાજયમાં પેટાચૂંટણીનો ધમધમાટ શરૂ થતાની સાથે ભાજપે કરાવેલા સર્વેના કારણે ભાજપના નેતાઓની ઊંઘ હરામ થઈ છે. ભાજપે પેટાચૂંટણી માટે ખાનગી એજન્સી પાસે બીજો સર્વે કરાવ્યો.

 ઉલ્લેખનીય છે કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે સર્વેમાં ચોકાવનારા તારણ સામે આવ્યા છે. સર્વે પ્રમાણે ભાજપને આઠેય બેઠક પર મોટો ઝટકો લાગી શકે છે. તેમ જીએસટીવીનો અહેવાલ જણાવે છે.

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી જાહેર થતા ભાજપે તૈયારીઓ શરૂ કરી છે..ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ..

જેમાં પ્રદેશ ભાજપના વિવિધ મોરચા અને સેલના પદાધિકારીઓ સામેલ થયા*પેટાચૂંટણીના સંકલન ઈન્ચાર્જ શંકર ચૌધરી, ભાર્ગવ ભટ્ટ અને સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા બેઠકમાં હાજર રહ્યા.

પેટાચૂંટણી અંગે મોરચાઓ-સેલની કામગીરી અંગે ચર્ચા અને પ્રચારની રૂપરેખા નક્કી થશે.

(3:54 pm IST)