Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

મેરજા, કાકડિયા, અક્ષય પટેલ, જીતુ ચૌધરી, જાડેજાને ફરી ટીકીટ : સાંજે વિધિવત મહોર

પ્રદેશ ભાજપ સંસદીય બોર્ડ નામ નક્કી કરીને દિલ્હી મોકલાશે : લીંબડી માટે કિરીટસિંહનું નામ મોખરે : ડાંગમાં યશોદાદીદીનું નામ ચર્ચામાં

રાજકોટ તા. ૫ : રાજ્યમાં ૩ નવેમ્બરે યોજાનાર ૮ વિધાનસભાના બેઠકોની પેટાચૂંટણીના ઉમેદવારો નક્કી કરવા આજે સાંજે ૬ વાગ્યે પ્રદેશ કાર્યાલયમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળનાર છે. કોંગ્રેસના ૮ ધારાસભ્યોએ રાજીનામા આપેલ તે પૈકી પાંચ ભાજપમાં જોડાયા છે તે પાંચેયને ફરી ટીકીટ નિશ્ચિત મનાય છે.

આ પાંચ ઉમેદવારોમાં બ્રિજેશ મેરજા મોરબી, જે.વી.કાકડિયા - ધારી, પ્રદ્યુમનસિંહ જાડેજા - અબડાસા, અક્ષય પટેલ - કરજણ અને જીતુ ચૌધરી - કપરાડાનો સમાવેશ થાય છે. લીંબડી માટે કિરીટસિંહ રાણાનું નામ મોખરે છે. ડાંગ બેઠક માટે સ્થાનિક સામાજિક કાર્યકર, યશોદા દીદી ઉપરાંત વિજય પટેલ, રાજેશ ગામિતના નામ ચર્ચામાં છે. ફોર્મ ભરવાની મુદ્દત તા. ૯ થી ૧૬ ઓકટોબર છે.

(3:08 pm IST)