Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

નગરપાલિકાઓનો વિકાસ ગુજરાતની આગવી પરિભાષા બની ગયો : ધનસુખ ભંડેરી

ગાંધીનગર ઝોનની ૨૯ નગરપાલિકાની કડીમાં રીવ્યુ બેઠક

રાજકોટ, તા. ૫ : ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની અધ્યક્ષતામાં ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા રાજયની ૧૫૬ નગરપાલિકાઓની ઝોન વાઈઝ રીવ્યુ બેઠક યોજાઇ રહી છે. તે અંતર્ગત ગાંધીનગર ઝોનના ૬ જીલ્લાની ૨૯ નગરપાલિકાની રીવ્યુ બેઠક કડી ખાતે યોજાઈ હતી.

આ રીવ્યુ બેઠકમાં માર્ગદર્શન આપતા ધનસુખ ભંડેરીએ જણાવેલ કે રાજયની ભાજપ સરકાર વિકાસને કેન્દ્રમાં રાખી ઉત્તમથી સર્ર્વોત્તમ તરફ આગળ વધી રહી છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત વાંચિતો, ગરીબોના વિકાસ સાથે પ્રગતિની નવતર સીમાઓ સર કરી રહ્યુ છે અને વિકાસએ ખમીરવંતા ગુજરાતની આગવી પરિભાષા બની ગયો છે. વિજયભાઇ રૂપાણી, નીતિનભાઈ પટેલના નેતૃત્વવાળી રાજયની ભાજપા સરકાર નગરપાલિકાઓ માટે ખરા અર્થમાં પથદર્શક બની છે. ત્યારે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં આયોજનબદ્ધ કામગીરી થાય અને વહીવટી અને કાયદાકીય જ્ઞાનની એકબીજા સાથે આપ-લે થાય અને લોકો પ્રાથમિક, માળખાકીય અને આંતરમાળખાકીય સુવિધાઓથી વંચિત ન રહે તે માટે માર્ગદર્શન પૂરૂ પાડેલ હતું.

ગાંધીનગર ઝોનના ૬ જીલ્લાઓ જેમાં પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર જીલ્લાની કુલ મળી ૨૯ નગરપાલિકાઓ જેમાં પાટણ જીલ્લાની પાટણ, સિદ્ધપુર, રાધનપુર, હારીજ, ચાણસ્મા નગરપાલિકા, બનાસકાંઠા જીલ્લાની પાલનપુર, ડીસા, થરાદ, ધાનેરા, ભાભર, થરા નગરપાલિકા, મહેસાણા જીલ્લાની મહેસાણા, વિસનગર, કડી, ઉંઝા, વડનગર, વિજાપુર, ખેરાલુ, નગરપાલિકા, સાબરકાંઠા જીલ્લાની હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, પ્રાંતીજ, વડાલી, તલોદ નગરપાલિકા, અરવલ્લી, જીલ્લાના મોડાસા, બાયડ નગરપાલિકા, ગાંધીનગર જીલ્લાની કલોલ, દહેગામ, માણસા નગરપાલિકા સહિતના નગરપાલિકાઓના પદાધિકારી તથા અધિકારીઓની ઝોન બેઠક કડી ખાતે મળી હતી.

ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીના અધ્યક્ષસ્થાને યોજાયેલ. આ રીવ્યુ બેઠકમાં નગરપાલિકા, કમિશ્નરશ્રી, નગરપાલિકા, ગુજરાત રાજયના બેનીવાલ, અધિકારીઓ શ્રી પટ્ટણી, ગાંધીનગર ઝોનના પ્રાદેશિક કમિશ્નર અમિત યાદવ, કડી નગરપાલિકાના પ્રમુખ શારદાબેન પટેલ, નટુભાઈ વિવિધ નગરપાલિકાના પ્રમુખો, ઉપપ્રમુખો, કારોબારી ચેરમેનશ્રીઓ, ચીફ ઓફીસરો ઉપસ્થિત રહ્યા હતા.

(11:35 am IST)