Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

મહિલા માત્ર અમૃતમ કાર્ડને પાત્ર : ગાયત્રીબા વાઘેલા

ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં કોંગ્રેસનું મહિલા સંગઠન મજબૂત બનાવવા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પ્રચંડ મહિલા સમર્થન સાથે પ્રવાસઃ રાજ્યની ભાજપ સરકાર 'ન્યાય યોજના' અંતર્ગત માસીક સાડાસાત હજાર સીધા જ મહિલાઓના ખાતામાં જમા કરે : સ્વ. વડાપ્રધાન અટલજીના નામે શરૂ થયેલી 'બેન્કેબલ યોજના' બંધ કરી સૌથી વધુ મહિલાઓને રોજીરોટી આપતા ટેક્ષટાઇલ્સ, એમ્બ્રોઇડરી ઉદ્યોગો ઉપર નિર્ભર મહિલાઓની રોજગારી છીનવાઇ ગઇ

રાજકોટ તા. ૫ : ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા કોરોનાની મહામારી વચ્ચે પણ મહિલાઓની વેદનાને સાંભળવા અને વાંચા આપવા પ્રદેશ મહિલા કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા અને સમગ્ર રાજ્યમાંથી વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલી મહિલાઓને કોંગ્રેસની વિચારધારા સાથે જોડવા માટે તેમની આગામી દિવસોમાં ગુજરાત રાજ્યની આઠ વિધાનસભાની પેટા ચૂંટણીઓ છ મહાનગર પાલિકાઓ બત્રીસ જિલ્લા પંચાયત એકાવન તાલુકા પંચાયત અને બસો એકત્રીસ નગરપાલિકાઓ સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે સમગ્ર ગુજરાતમાં જંજાવતી પ્રવાસ ખેડી રહ્યા છે. જે અંતર્ગત તા. ૧૯-૯-૨૦૨૦ વડોદરા શહેર મહિલા કોંગ્રેસની મીટીંગ સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવી હતી. વડોદરા જિલ્લો, નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ, તાપી, નવસારી સહિતના સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વિવિધ સ્થળોએ મહિલા કોંગ્રેસની મીટીંગો અને સંમેલનો યોજાયા હતા તેમજ તા. ૨૮-૯-૨૦૨૦થી અમદાવાદ શહેરની સાબરમતી વિધાનસભા ઉ.ગુ.ના મહેસાણા, અંબાજી, દહેગામ સહિતના શહેરોમાં મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. વિવિધ સ્થળોએ મહિલાઓ દ્વારા પ્રદેશ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાનું સન્માન કરવામાં આવ્યું હતું.

ગાયત્રીબા વાઘેલા દ્વારા રાજ્યની ભાજપ સરકાર અને કેન્દ્ર સરકારને આડેહાથ લેતા જણાવ્યું કે, સરકારે મહિલા સશકિતકરણની વાતો ખૂબ કરી પરંતુ મહિલાઓના વિકાસના નામે માત્ર પબ્લીસીટી જ કરી છે. ભાજપ સરકારને મહિલા કોંગ્રેસના માધ્યમથી પૂછીએ છીએ અને રજૂઆત કરીએ છીએ કે કોરોનાની મહામારીમાં સૌથી વધુ પરેશાની અને મુશ્કેલીમાં મુકાઇ ગઇ હોય તો તે મહિલાઓ મુકાઇ હતી. મહિલાઓની સ્વરોજગારી છીનવાઇ ગઇ છે. મહિલાઓની નોકરીઓ છીનવાઇ ગઇ છે. મહિલાઓને અન્યાય કરતી ભાજપની સરકાર એક લાખની લોનની વાતો કરે છે. પરંતુ સ્વ. પૂર્વ વડાપ્રધાન અટલજીના નામે શરૂ કરવામાં આવેલ બાજપાઇ બેન્કેબલ યોજના સરકારે બંધ કરી દીધી છે. સૌથી વધુ જ્યાં મહિલાઓ કામ કરે છે તેવા ઉદ્યોગો ડાઇમંડ, ટેક્ષટાઇલ, એઇમ્બ્રોડરી જેવા ઉદ્યોગોમાં મહિલાઓની રોજગારી છીનવાઇ છે ત્યારે મહિલા કોંગ્રેસ સરકાર પાસે એ માંગણી કરીએ છીએ કે કોરોનાની મહામારીના પાંચ મહિનાઓથી મુશ્કેલીમાં મુકાયેલ મહિલાઓના બેંક એકાઉન્ટ (ખાતા)માં સીધા જ રૂપિયા સાત હજાર પાંચસો મહિલાના હિસાબથી જમા કરે કોરોના મહામારીમાં છ મહિનાથી શાળા - કોલેજો ખુલવાના નથી ત્યારે સૌથી વધુ કન્યા શિક્ષણને અસર થઇ છે. ત્યારે આર્થિક મુશ્કેલીમાં મુકાયેલ પરિવારો તેમની દીકરીઓનો અભ્યાસ છોડાવશે ત્યારે રાજ્યની સરકાર આ દીકરીઓ માટે ૧૦૦% ફી માફી આપે તેમજ સુમુલ ડેરી, અમુલ ડેરી, દૂધસાગર ડેરી જેવા ડેરી ઉદ્યોગના પાયામા દૂધ ભરનાર મહિલાઓ હોય છે ત્યારે કરોડો રૂપિયાનો નફો કરનાર ડેરી ઉદ્યોગ આવિ મહિલાઓ માટે વિશેષ પેકેજ જાહેર કરે મહિલાઓના આરોગ્યને ધ્યાનમાં રાખી મહિલા માત્ર અમૃતમ કાર્ડને પાત્ર યોજના જાહેર કરે.

(11:35 am IST)