Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

નર્મદાના કેવડીયા સ્થિત જંગલ સફારી પાર્કમાં વધુ એક આકર્ષણ આજથી ઉમેરાયું.

પેટિંગ ઝોનની સાથે સસલા,મકાઉ પોપટ,મીનીએચર ગોટ(બકરી) પર્શિયન કેટનો ઉમેરો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: લોકડાઉન ના કારણે મહિનાઓ સુધી બંધ રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત ના પ્રવાસન સ્થળો પૈકી હાલમાંજ જંગલ સફારી પાર્ક નિયમ મુજબ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે જ્યાં ઘણા સમયથી કંટાળેલા પ્રવાસીઓ આવવા આતુર છે અને નિયમ મુજબ દરરોજ કેટલાય પ્રવાસીઓ ત્યાં આવે પણ છે ત્યારે આવનારા આ પ્રવાસીઓ માટે હવે આજથી વધુ એક નવું આકર્ષણ ઉમેરાયું છે.
  જેમાં હાલ માંજ શરૂ કરવામાં આવેલા કેવડિયા સ્થિત જંગલ સફારી પાર્ક માં આજથી પ્રવાસીઓ માટે નવું એક આકર્ષણ ઉમેરાયું છે જેમાં પેટિંગ ઝોનની શરૂઆતની સાથે સાથે  નાના બાળકો સહિત મોટેરાઓ માટે અનોખું આકર્ષણ કહી શકાય એ સસલા,મકાઉ પોપટ,મીનીએચર ગોટ(બકરી) પર્શિયન કેટનો ઉમેરો થતા પ્રવાસીઓ અને તેમના બાળકો આ પ્રાણીઓ સાથે હવે રમી શકશે અને ફોટો પણ પડાવી શકશે જેથી જંગલ સફારી પાર્ક ની યાદગીરી પણ તેઓ કેમેરા માં કેદ કરી શકાશે.ત્યારે આ નવા આકર્ષણ ઉમેરાતા આવનારા પ્રવાસીઓ માટે આ એક સારા સમાચાર કહી શકાય.

(10:19 pm IST)