Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

દેડીયાપડામાં ઇમરજન્સીમાં લોકોના જીવ બચાવતી 108 એમ્બ્યુલન્સ જ એક મહિલા માટે યમદૂત બની

દેડીયાપડાના યાહામોગી ચાર રસ્તા પાસે 108 એમ્બ્યુલન્સએ એક મહિલાને ટક્કર મારતા ઘટના સ્થળે મોત

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : નર્મદા જિલ્લામાં વર્ષો થી બીમાર દર્દીઓ માટે સારી સેવા આપી લોકોના જીવ બચાવતી 108  ઇમરજન્સી એમ્બ્યુલન્સ આજે એક મહિલા માટે યમદૂત બની હોય તેમ ટક્કર મારી મહિલાનો જીવ લેતા ફરિયાદ દાખલ થઈ છે.
  પ્રાપ્ત માહિતી અનુસાર ૧૦૮ એમ્બ્યુલંસ ગાડી નં જીજે-18-GB1647 ના ચાલકે તા-૦૩/ ૧૦/ ૨૦૨૦ ના રોજ પોતાના કબજાની ૧૦૮ એમ્બ્યુલંસ ગાડી દેડીયાપડાના યાહામોગી ચાર રસ્તા પાસે પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારતા જમનાબેન હરનીશભાઇ વસાવા (ઉ.વ-૪૦) (રહે.સોલીયા તા.દેડીયાપાડા જી. નર્મદા) ને ટક્કર મારી ગંભીર ઇજાઓ કરી સ્થળ પર મોત નીપજાવી આ એમ્બ્યુલંસ ગાડી લઇ ચાલાક નાશી જઇ ગુનો કરતા આ બાબતે ગોવિંદભાઇ વિરજીભાઇ વસાવા એ દેડીયાપડા પો.સ્ટે.માં ફરિયાદ આપતા પોલીસે 108 ના ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:12 pm IST)