Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

સાગબારાના આવલીકુંડ ગામની નદીમાં પગ લપસી જતા એક વ્યક્તિનું ડૂબી જતાં મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના આવલીકુંડ ગામની નદીમાં ડૂબી જતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
  પ્રાપ્ત માહિતી અનુસાર આવલીકુંડ ગામના મનેશકુમાર ગેમજીભાઇ વસાવા (ઉ.વ.આશરે ૪૬) તા-૦૨/૧૦/૨૦૨૦ ના રોજ વહેલી સવારના ચારેક વાગ્યાના સમયે ખેરપાડા ગામની સીમમા આવેલ ખેતરમા ડાંગરનુ રોપણુ કરેલ હોય જેથી ખેતરમા પાણી વાળવા માટે જવા નિકળેલા અને પરત ઘરે નહી આવતા તેમની શોધખોળ કરતા તા-૦૩/૧૦/૨૦૨૦ ના રોજ આવલીકુંડ ગામે આવેલ નદી કિનારે થી ખેતરે જવાના રસ્તેથી જતા હતા તે વખતે અચાનક નદિના કિનારે થી પગ લપસી જતા નદીના પાણીમા પડી જતા ડુબી જવાથી મરણ મોત થયું હોવાનું જાણવા મળતા સાગબારા પોલીસે અ. મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(10:13 pm IST)