Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

રાજ્યમાં પરપ્રાંતીયો પર હિંસક હુમલા બાદ પોલીસ કાર્યવાહી શરૂ : બે લોકોની ધરપકડ

અફવા ફેલાવનારા 4 થી લોકોને ડિટેઇન કરાયા :સઘન પેટ્રોલિંગ

 

અમદાવાદ :રાજ્યમાં પરપ્રાંતિયો પર હિંસક હુમલાની ઘટનાઓ બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે. સોશિયલ મીડિયામાં ફેક મેસેજ વાઈરલ થતા પોલીસે કાર્યવાહી કરીને ફેક ન્યૂઝ ફેલાવનારાઓને શોધી કાઢ્યા છે અને 2 જેટલા લોકોની ધરપકડ કરી છે.

  શુક્રવારે સાંજે ક્રાઈમ બ્રાન્ચના JCP .કે ભટ્ટે પ્રેસ કોન્ફરન્સ સંબોધી શહેરીજનોને ખોટી અફવામાં આવવા માટે જણાવ્યું હતું. જે.કે ભટ્ટે કહ્યું કે, પરપ્રાંતિય લોકો વિરુદ્ધ હિંસાની ઘટના સાંખી નહીં લેવાય. હાલમાં સોશિયલ મીડિયામાં ફેક ન્યૂઝ ફેલાવનારા 2 શખસોની ધરપકડ કરી લેવાઈ છે. જ્યારે 4-5 આરોપી ડિટેઈન કરાયા છે. પોલીસ પાસે પ્રકારના ફેક ન્યૂઝ ફેલાવનારા 40થી વધુ લોકોના નામો છે. આવી રીતે ગુજરાતની શાંતિ ડહોળાય તેવા પ્રયાસો કરનારા નહીં છોડવામાં આવે.’
 
શહેરના દરેક એરિયામાં પેટ્રોલિંગ, સેફ્ટી અને સિક્યોરિટી જાળવવા માટે પોલીસનું પેટ્રોલિંગ કડક કરી દેવામાં આવ્યું છે. એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને SOGની ટીમો દ્વારા અફવા અને હિંસા પાછળ જવાબદાર લોકોની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે. ઉપરાંત પોલીસની વધારાની ટૂકડી પણ બોલાવી લેવામાં આવી છે. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ પણ લોકો શાંતિ રાખવાની અપીલ કરી છે.
 
રાજ્યભરમાં પરપ્રાંતિયો પર વધી રહેલી હિંસાની ઘટનાને લઈને ગૃહ વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. ગૃહ વિભાગે મામલે રિપોર્ટ મગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે સાબરકાંઠામાં 14 માસની બાળકી પર પરપ્રાંતિય યુવક દ્વારા દુષ્કર્મની ઘટના સામે આવ્યા બાદથી મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અમદાવાદમાં પરપ્રાંતિયો પર હિંસાના બનાવો બન્યા હતા.

(12:59 am IST)