Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

સ્વાઈન ફ્લુનો આતંક જારી રહ્યો : વધુ બેના થયેલા મોત

આંકડાઓ છુપાવાઇ રહ્યા હોવાના આક્ષેપો થયા : સ્વાઈન ફ્લુના કારણે સરકાર અને મનપાના આંકડાઓ બિલકુલ વિરોધાભાષી : રાજ્યમાં હજુ સુધી ૯૨૪ કેસો

અમદાવાદ,તા.૫ : અમદાવાદ સહિત રાજ્યભરમાં સ્વાઈન ફ્લુનો હાહાકાર જારી રહ્યો છે. આજે વધુ બે લોકોના સ્વાઈન ફ્લુના કારણે મોત થયા હતા. આની સાથે જ સ્વાઈન ફ્લુથી મોતનો આંકડો વધીને ૩૫ ઉપર પહોંચી ગયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં જ ૪૫ નવા દર્દીઓ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ પહેલી સપ્ટેમ્બર બાદથી સ્વાઈન ફ્લુના કુલ કેસોની સંખ્યામાં વધીને ૯૨૪ ઉપર પહોંચી ગઈ છે. ૩૪૯ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.   સ્વાઈન ફ્લુના આંકડાઓને લઇને વિરોધાભાષી અહેવાલ આવી રહ્યા છે. આંકડા છુપાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ પણ થઇ રહ્યા છે. ગુજરાતમાં રાજ્ય સરકાર તરફથી હજુ સુધી ગુરુવારના બુધવારના રેકોર્ડને જોવામાં આવે તો ૨૨ના મોત થયા હોવાના આંકડા અપાયા હતા. ગુરુવારના દિવસે એકનું મોત થયું હતું. આ મો મહેસાણામાં થયું હતું. બુધવાર સુધી અમદાવાદમાં સૌથી વધુ ૩૮૦ દર્દીઓ નોંધાયા હતા. માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ સ્વાઈન ફ્લુથી ૧૮ના મોત થયા બાદ ઓક્ટોબર મહિનામાં પણ મોતનો સિલસિલો જારી રહ્યો છે. ઓક્ટોબર મહિનાના પાંચ દિવસના ગાળામાં જ ૧૫થી વધુના મોત થયા છે. વડોદરા, સુરતની સાથે સાથે અમદાવાદ શહેરમાં પણ સ્વાઈન ફ્લુના અનેક કેસો નોંધાઈ ચુક્યા છે. રાજ્યભરમાં સેંકડો કેસો નોંધાયા છે અને મોટી સંખ્યામાં હાલ લોકો સારવાર હેઠળ છે. જુદા જુદા વિસ્તારોમાં સ્વાઈન ફ્લુને રોકવા માટે બનતા તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યા ચિંતાજનકરીતે વધી રહી છે. જરૂરી દવાનો જથ્થો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં આ વર્ષે સ્વાઇન ફ્લુનો આતંક જોરદાર રીતે જારી રહ્યો છે. સપ્ટેમ્બરમાં સૌથી વધુ ૧૮ લોકોના મોત થઇ ગયા હતા. સ્વાઇન ફ્લુના કારણે જે મોત થયા હતા તે પૈકી બે તૃતિયાશ મોત આ સપ્ટેમ્બર મહિનામાં થયા હતા. જ્યારે જે કેસો નોંધાયા છે તે પૈકી ૮૪ ટકા કેસો પણ સપ્ટેમ્બર મહિનામાં નોંધાયા હતા. સેંકડોની સંખ્યામાં લોકો હજુ સારવાર હેઠળ છે. પહેલી જાન્યુઆરી ૨૦૧૮થી લઇને ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૮ વચ્ચેના ગાળામાં ૨૭ મોત થયા હતા. ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં પણ સ્વાઈન ફ્લુનો આતંક જારી રહ્યો છે. અમદાવાદમાં પણ સ્વાઇન ફ્લુની સારવા માટે ખાસ વ્યવસ્થા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી છે. આ ઉપરાંત પણ ગુજરાતમાં જુદી જુદી સરકારી હોસ્પિટલમાં સાવચેતીના તમામ પગલા લેવામાઆવી રહ્યા છે. મેડિકલ ઓફિસર દ્વારા માહિતી આપતા કહેવામાં આવ્યુ છે કે સ્થિતી હાલમાં જટિલ બની રહી છે. સ્વાઇન ફ્લુનાકારણે રાજ્યના જુદા જુદા ભાગોમાં કેસો નોંધાયા છે. જેમાં રાજકોટ, વડોદરા, આણંદ, સુરત સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

સ્વાઈન ફ્લુનો કહેર......

અમદાવાદ, તા. ૫ : ગુજરાતભરમાં સ્વાઈન ફ્લુનો આતંક જારી રહ્યો છે. સ્વાઈન ફ્લુના કારણે રાજ્યમાં હજુ સુધી ઝડપથી મોતનો આંકડો વધી રહ્યો છે. આજે વધુ બેના મોત થયા હતા. આની સાથે જ મોતનો આંકડો ૩૫ ઉપર પહોંચ્યો છે. આતંક મચાવી રહેલા સ્વાઈન ફ્લુનું ચિત્ર નીચે મુજબ છે.

કુલ કેસોની સંખ્યા.......................................... ૯૨૪

વધુ મોત......................................................... ૦૨

સપ્ટેમ્બર મહિનામાં મોત................................... ૧૮

કુલ મોતની સંખ્યા............................................ ૩૫

૨૪ કલાકમાં કેસો નોંધાયા................................. ૪૫

દર્દી સારવાર હેઠળ......................................... ૩૪૯

સ્વાઈન ફ્લુના કેસો......

અમદાવાદ, તા. ૫ : ગુજરાતભરમાં સ્વાઈન ફ્લુનો આતંક જારી રહ્યો છે. સ્વાઈન ફ્લુના આંકડા છુપાવાઈ રહ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. હજુ સુધી ક્યાં કેટલા કેસો નોંધાયા છે તે નીચે મુજબ છે.

અમદાવાદ..................................................... ૩૮૦

સુરત............................................................... ૬૭

મહેસાણા.......................................................... ૪૬

વડોદરા........................................................... ૪૫

ગાંધીનગર....................................................... ૩૦

સાબરકાંઠા........................................................ ૨૬

ભાવનગર........................................................ ૪૦

રાજકોટ............................................................ ૩૪

બનાસકાંઠા....................................................... ૧૦

મહિસાગર........................................................ ૧૨

અરવલ્લી......................................................... ૧૨

જૂનાગઢ.......................................................... ૧૫

આણંદ............................................................. ૧૫

(8:32 pm IST)