Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

સિંહોની શહીદી કે પછી ષડયંત્રનો શિકાર ? મધ્ય પ્રદેશની ચૂંટણી જીતવા ૨૩ સિંહોના બલિદાન લેવાયાઃ પરેશ ધાનાણીનો આક્ષેપ

રાજકોટ, તા. ૫ : વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ ૨૩ સિંહોના મોત મુદ્દે આક્રોશ વ્યકત કર્યો છે અને મધ્ય પ્રદેશની ચૂંટણી જીતવા માટે ૨૩ સિંહોનો ભોગ લેવાયો હોવાનો આક્ષેપ કર્યો છે.

પરેશભાઈ ધાનાણીએ જણાવ્યુ છે કે સિંહોની શહિદી છે કે ષડયંત્રનો શિકાર બન્યા છે ? ગુજરાતના સ્વાભિમાન સમાન સિંહોની સુરક્ષાએ આપણા સૌની સામુહિક જવાબદારી છે, પરંતુ રાજકીય રોટલા શેકવા માટે મરેલા રોગિષ્ઠ ઢોરને તૈયાર ભાણે ખોરાક તરીકે પીરસનાર સરકારી તંત્રે ધારી તાલુકાની સરસીયા વીડીમાં વસવાટ કરતા એક જ પરિવારના ૨૩ જેટલા સિંહોની લાશોના ઢગલા ઉપર બલી ચઢાવી અને ભયના ઓથાર હેઠળ ગુજરાતના ગૌરવને મધ્ય પ્રદેશમાં ધકેલવાનું ષડયંત્ર શું કામ રચ્યુ છે ?

પરેશભાઈ ધાનાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, ભોજનમાં ઝેર ભેળવવામાં આવ્યું ? આ એક ષડયંત્ર છે. સરકારે તેનો જવાબ આપવો જોઈએ.

(7:00 pm IST)