Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

સુરતના હીરા બજારમાં વેપારીઓ અગમ્ય કારણોસર ગૂમ થઇ જતા લોકોના કરોડો રૂપિયા સલવાયા

સૂરત:હીરાબજારમાં અત્યારે ભયંકર અવિશ્વાસનું વાતાવરણ ઉભું થયું છે, છેલ્લાં ચાર દિવસમાં ચારેક જેટલાં વેપારીઓ રાતોરાત ફરાર થયાં હોવાથી ઘણાંનાં નાંણાં ફસાયાં છે. બજારમાં ઉગામેડી, પીપરડી, અમરેલી અને વીરડીના નામો ચર્ચાઈ રહ્યાં છે. બે-એક જણાંએ તો અગાઉથી આયોજન કરીને ભાગી છૂટયાંનું માનવામાં આવે છે.ઉગામેડી, પીપરડી, અમરેલી અને વીરડીના નામો ચર્ચામાં ઃ બે જણાએ તો અગાઉથી જ રફુચક્કર થઇ જવાનું આયોજન કર્યું હતુંઅત્યારે ઉઠમણાંઓને કારણે વાતાવરણ ખુબ ખરાબ થયું છે.રોજેરોજ નવીનવી વાતો બહાર આવી રહી હોવાથી, વેપારીઓમાં ગભરાટ છે.સૂત્રોએ જણાવ્યું કે,વેપારીઓ પેમેન્ટ ચૂકવ્યાં વિના ફરાર થઈ રહ્યાં હોઈ કોઈને વિશ્વાસ નથી. ગત સોમવાર પછી ચાર જેટલાં વેપારીઓ અદ્રશ્ય થયાં પછી લેણદારો દોડતાં થઈ ગયાં છે.લેણદારોની પચાસ કરોડથી વધુની રકમ સલવાઈ હોવાનું માનવામાં આવે છે.

 

 

(6:06 pm IST)