Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

નડિયાદ: જૂના બિલોદરામાં બાઈક અથડાવા બાબતે થયેલ બબાલમાં તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું

નડિયાદ:માં જૂના બિલોદરાના યુવક પર બાઇક અથડાવા બાબતે બારકોશીયા રોડ વિસ્તારમાં જૂથ અથડામણ થતા તંગદીલીભર્યું વાતાવરણ સર્જાયું હતું. મોડી સાંજે બનેલા આ બનાવ બાદ કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે  આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ચાર ઇસમો વિરુદ્ધ નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નડિયાદ તાલુકાના જુના બિલોદરા ખાતે રહેતા સુનિલભાઇ રમણભાઇ તળપદા ગત્ રોજ નડિયાદમાં મલ્હારપુરા વિસ્તારમાં રહેતા તેમના કાકાના ઘરે પોતાનું બાઇક લઇને જઇ રહ્યા હતા. તેઓ જ્યારે બારકોશીયા રોડ પર આવેલ ગ્રીનપાર્ક સોસાયટી પાસેથી પસાર થઇ રહ્યા હતા તે સમયે તેઓ ફોન પર વાત કરતા કરતાં બાઇક ચલાવી રહ્યા હતા. 

 

(5:50 pm IST)