Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

વડોદરા: જૂની ઓફિસમાંથી ટીબીની 1200 સીરીઝનો એક્સપાયરી દેતા ઝડપાયો

વડોદરા: મ્યુનિ.કોર્પો.ની સૂર્યનારાયણ બાગ, રાવપુરા ખાતેની જૂની વોર્ડ ઓફિસ ખાતે આવેલી સી.ટી.ટીબી ઓફિસમાં ટીબીના દર્દીની સારવાર માટે સરકારે સપ્લાઈ કરેલા ૧૨૦૦ ખાલી સિરિન્જનો એકસપાયરી ડેટનો જથ્થો રઝળતો મળી આવ્યો હતોસરકારના ટીબી નિયંત્રણ પોગ્રામ હેઠળ ટીબીના દર્દીઓને સારવાર માટેના સિરિન્જની એકસપાયરી ડેટ ૨૦૧૬ હતી. આ ખાલી સિરિન્જ નિકાલ કર્યા વિના પડી રહ્યા હતા. દરમિયાન સફાઈ અભિયાન દરમિયાન આ જથ્થો મળી આવ્યો હતો. અને તેના નિકાલ માટેની ઠરાવના આધારે વહીવટી પ્રક્રિયા શરૃ કરી દેવાઈ હતી. આ સિરિન્જ બીજા કોઈ કચરા જેમ બહાર ગમે ત્યાં ફેકી શકાય નહી. અને તેનો બાયો મેડિકલ વેસ્ટના ધારાધોરણ મુજબ નિકાલ કરવો પડશે. બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરવા કોન્ટ્રાકટ અપાયો છે. અને તે પણ સિરિન્જ આખા લઈ જતાં નથી. સિરિન્જના ભાગો જેમ કે નીડલ, પ્લાસ્ટીક અને પ્લન્જર છૂટા પાડીને કોન્ટ્રાકટરને અપાશે. જે બાયોમેડિકલી તેનો નિકાલ કરશે. એક બે દિવસમાં આ સિરિન્જનો નિકાલ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

(5:47 pm IST)