Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

સાસરિયાના ત્રાસથી કંટાળી અમદાવાદી પરિણીતાએ શરીર પર આગ ચાંપી

અમદાવાદ:મોટેભાગે સાસરીયાના ત્રાસથી કંટાળીને પરણિતા અઘટિત પગલું ભરતી હોય છે. પરંતું નરોડાના ઠક્કરનગરમાં બનેલા એક બનાવમાં પત્ની અને સાસુના ત્રાસથી કંટાળીને પતિએ સળગી જઈને આપઘાત કરી લેતા ચકચાર મચી છે. ક્રિશ્નનગર પોલીસે મૃતકની પત્ની અને સાસુ વિરૃધ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત મુજબ ઠક્કરનગરમાં આદર્શ ગલીમાં કનિતાબહેન લધાણીના પુત્ર ધર્મેન્દ્ર ઊર્ફે બાબુના લગ્ન ૧૨ વર્ષ અગાઊ અમૃતા ઊર્ફે અનીશા નામની યુવતી સાથે થયા હતા. તેમને સંતાનમાર્ધીરજ નામનો ૧૦ વર્ષનો પુત્ર છે. ધર્મેન્દ્ર કવિતાબહેનના ઠક્રનગરમાં બગીચાની ગલીમાં આવેલા અન્ય મકાનમાં રહેતો હતો. લગ્ન બાદ કવિતાબહેન પણ તેમની સાથે રહેતા હતા. જોકે ધર્મેન્દ્ર અને અનીશા વચ્ચે નજીવી બાબતે ઝઘડા થતા હોવાથી કવિતાબહેન તેમના નાના દિકરા સાથે રહેવા જતા રહ્યા હતા.

(5:44 pm IST)