Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

ખેડામાં અકસ્માતના જુદા-જુદા 2 બનાવમાં ત્રણને ગંભીર ઇજા

ખેડા: જિલ્લામાં સેવાલિયા ડાકોર રોડ રાજુપુરા પાટીયા નજીક ચકલાસી વનીપુરા સીમમાં અકસ્માતમાં ત્રણ જણાને ઈજા થઈ હતી. આ બનાવ અંગે જે તે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ઠાસરા તાલુકાના વમાલી ડાભી ફળિયામાં રહેતા નરેન્દ્રકુમાર ઈશ્વરભાઈ ડાભીના સંબંધી સંજયભાઈ ગત તા. ૨-૧૦-૨૦૧૮ના રોજ મોટર સાયકલ નં. જીજે ૦૭ સી કે ૯૧૭૮ ઉપર અજયભાઈ ચૌહાણને બેસાડી સેવાલિયા ડાકોર રોડ પરથી જઈ રહ્યા હતા ત્યારે રાત્રીના સાત વાગ્યાના સુમારે રાજુપુરા પાટીયા નજીક સામેથી પૂરઝડપે આવી એસક્રોસ ગાડી નં. જીજે ૨૩ સીએ ૫૦૬૫એ મોટર સાયકલને ટક્કર મારતા બાઈક ચાલક સંજયભાઈ નરસિંહભાઈ ચાવડા તથા અજયભાઈ દીલીપભાઈ ચૌહાણ રોડ પર પડી જતા ઈજા થઈ હતી. આ બનાવ અંગે નરેન્દ્રકુમાર ઈશ્વરભાઈ ડાભીની ફરિયાદ આધારે સેવાલિયા પોલીસે ગાડીના ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે અકસ્માતનો બીજો બનાવ ચકલાસી બનીપુરા સીમમાં સર્જાયો હતો. જેમાં બિપીનભાઈ જયંતીભાઈ પટેલ (રે. ચકલાસી) ગઈકાલે સવારે મોટર સાયકલ નં. જીજે ૦૭ એએલ ૯૭૮૮ હંકારી ઉત્તરસંડા રોડ પરથી જઈ રહ્યા હતા ત્યારે પૂરઝડપે પસાર થતી મારૂતીકાર નં. જીજે ૦૭ બી એન ૦૭૨૧નું આગળનું જમણી સાઈડનું ટાયર ફાટતા ગાડી મોટર સાયકલ સાથે અથડાતા બાઈક ચાલક બિપીનભાઈ પટેલને ઈજા થઈ હતી. આ બનાવ અંગે બિપીનભાઈ જયંતીભાઈ પટેલની ફરિયાદ આધારે ચકલાસી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:40 pm IST)