Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

સોજીત્રા પોલીસે મલાતજમા દરોડા પાડી 12હજારના વિદેશી દારૂના જથ્થા સાથે એકની અટકાયત કરી

સોજીત્રા: પોલીસે મલાતજ ગામે છાપો મારીને એક બુટલેગરને વિદેશી દારૂની ૧૮ બોટલો કે જેની કિંમત ૧૨૬૦૦ રૂપિયા જેટલી થવા જાય છે તેની સાથે ઝડપી પાડીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. મળતી વિગતો અનુસાર સોજીત્રા પોલીસને હકીકત મળી હતી કે, મલાતજ ગામની ખોડીયારપુરા સીમમાં મહેશભાઈ વિઠ્ઠલભાઈ પરમાર વિદેશી દારૂનું ધુમ વેચાણ કરે છે જેથી પોલીસે છાપો મારતાં મહેશ પરમાર ઝડપાઈ જવા પામ્યો હતો. તેની પાસેના થેલામાંથી મેકડોવેલ્ડ નંબર ૧ વીસ્કીની ૧૮ બોટલો મળી આવી હતી. જેની કિંમત ૧૨૬૦૦ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે તે જપ્ત કરીને ક્યાંથી અને કેવી રીતે લાવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ઘરી છે. 

 

(5:38 pm IST)