Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

હિંમતનગરમાં બાળા ઉપર દુષ્‍કર્મની ઘટના બાદ અમદાવાદમાં ૨ જગ્‍યાઅએ પરપ્રાંતીય હિન્‍દીભાષીઓ ઉપર હૂમલો

અમદાવાદઃ સાબરકાંઠાના હિંમતનગરમાં 14 મહિનાની બાળકી સાથે દુષ્કર્મ કેસમાં ઉત્તર ભારતના શખસની સંડોવણી ખૂલતા ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી આવીને વસેતા લોકો પર તેની અવળી અસર પડી છે. ગત બુધવાર અને ગુરુવારે શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં થયેલી જૂથ અથડામણમાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોને કેટલાક સ્થાનિક અસામાજિક તત્ત્વોએ ટાર્ગેટ પર લીધા હતા. અમદાવાદ પોલીસ ચોપડે સાબરમતિ અને ચાંદલોડિયા વિસ્તારમાંથી બે પોલીસ ફરિયાદ નોંધાય છે.

જેમાં ટોળાએ ચાંદલોડિયાના એક રીક્ષા ડ્રાઇવરને ટાર્ગેટ કર્યો હતો બીજી તરફ સાબરમતિમાંથી ટોળાએ એક મહિલાને ધમકી આપી હતી. 23 વર્ષનો રીક્ષા ડ્રાઇવર કેદારનાથ અગ્રેહી મૂળ ઉત્તર પ્રદેશના સુલતાનપુરનો છે અને ચાંદલોડિયામાં રહે છે. કેદારે સોલા પોલીસની ટીમને જણાવ્યું હતું કે, ચાંદલોડિયા બ્રીજ પાસે આશરે 25 જેટલા શખસો તેની અટક કરી હતી. ટાળાએ એવી નારેબાજી પણ કરી હતી કે પર પ્રાંતિય લોકો રાજ્યમાંથી જતા રહે જેથી ગુજરાતીઓ શાંતિથી રહી શકે. ટોળાએ રીક્ષામાંથી શાકભાજી લૂંટી લીધુ અને તેમના પર હુમલો પણ કર્યો હતો.

ટોળાને જોઇને જ્યારે કેદારે ભાગવાની કોશિષ કરી ત્યારે ટોળાએ કેદારને લાકડીઓ વડે ફટકાર્યો હતો અને શાકભાજી પણ લૂંટી લીધુ તથા રીક્ષાને પણ નુકસાન પહોંચાડ્યું. આંગળીઓ અને ખભામાં ફેક્ચર થતા સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ. પોલીસના સુત્રોએ જણાવ્યું કે, આઠ ગાડીઓ, રીક્ષા અને બે ટુ વ્હિલર્સને ટોળાએ નિશાન બનાવ્યા હતા. જેઓ ઉત્તર પ્રદેશના હતા. ટોળામાં સામિલ કેટલાક લોકોની અટકાયત પણ કરી છે. અન્ય એક બનાવમાં પ્રતિમાં કોરી નામના મહિલા એક મોલમાં સ્કિન એક્સપર્ટ છે.

જ્યારે તેઓ પોતાના ઘર નજીક સાબરમતી બ્રીજથી ઘરે જઇ રહ્યા હતા ત્યારે ચાર શખસોએ તેને ઘેરીને લીઘી હતી, તેમણે પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પ્રતિમાનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશના ફૈઝાબાદનો છે પણ તેમનો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો છે. ચાર શખસોએ તેને અટકાવીને ગાળો ભાંડી હતી. તેમણે કહ્યું કે, યુપી અને બિહારના લોકો ગુજરાત છોડી દે અન્યથા મારી નાંખવામાં આવશે. પ્રિતમા દોડીને ઘરે જતી રહી અને બુધવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ટોળામાં મોટા ભાગના લોકો ઠાકોર જાતિના છે જેઓએ માગ કરી હતી કે બીજા રાજ્યના લોકો સામે કડક પગલા લેવામાં આવે.

નિકોલામાં રહેતાં પૃથ્વી ઠાકોરે સમગ્ર ઠકોર કોમને એકઠી કરીને મેઘાણીનગરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું, કારણ કે દુષ્કર્મ કેસનો એક સગીર મેઘાણીનગર વિસ્તારમાં રહે છે. હિંમતનગરમાં થયેલા દુષ્કર્મકાંડ બાદ ટોળું સક્રિય થયું છે. ગત ગુરુવારે મહેસાણાના નંદાસણ અને કડીમાં પણ ઉત્તર ભારતીયો પર હિંસા થઇ હોવાના રીપોર્ટ મળ્યા હતા. પોલીસે ટોળાને કાબુમાં લેવા માટે ટીયરગેસના સેલ છોડ્યા હતા.

(5:23 pm IST)