Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

ક્લાઇમેટ ચેન્‍જ, રોગચાળો અને માનવ વસાહતથી વધતા ખતરા સામે રક્ષણ માટે અએશિયાટિક સિંહોનું બીજી અઅએક વસાહત હોવી જોઇઅએ: ડો. ક્રેગ પેકર

અમદાવાદઃ જાણીતા પ્રાણીશાસ્ત્રી અને સિંહ બાબતોના નિષ્ણાંત ડો. ક્રૈગ પેકરના મતે કોઈપણ જાતની કુદરતી આફત જેવી કે પૂર, હોનારત, ધરતીકંપથી લઈને આરોગ્ય વિષયક મહામારીથી રક્ષણ માટે ગીરમાં રહેલા સિંહોને એક સેફ હાઉસ પણ હોવું જોઈએ. હાલમાં ગીર સિંહોમાં મળી આવેલ CVD વાયરસ અને તેના પગલે 23 સિંહોના મોતથી ફક્ત ગુજરાત સરકાર નહીં પણ કેન્દ્ર સરકાર અને વિદેશોમાં પણ વન્યજીવન પ્રેમીઓ વચ્ચે હાહાકાર બોલી ગયો છે.

ડૉ. પાકરે કહ્યું કે, ‘ક્લાઇમેટ ચેન્જ, રોગચાળો અને માનવ વસાહતથી વધતા ખતરા સામે રક્ષણ માટે એશિયાટિક સિંહોનું બીજી એક વસાહત હોવી જોઈએ.’ ડૉ. પાકર 1994માં આફ્રિકાના સેરેનગેટી સિંહ અભ્યારણ્ય અને વર્ષ 2001માં તાન્ઝાનિયા ખાતે નગોરોન્ગોરો કાર્ટર ખાતે સિંહોમાં ફાટી નીકળેલા CDV નામના રોગચાળા સામે સુરક્ષિત રાખવા માટે રસી શોધવા સહિતના પ્રયાસ કરનાર ડૉક્ટર્સની ટીમમાંથી એક છે. હાલ તેઓ યુનિવર્સિટી ઓફ મિન્નેસોટાની કોલેજ ઓપ બાયોલોજિકલ સાયન્સ સાથે સંકળાયેલ લાયન રિસર્ચ સેન્ટરના ફાઉન્ડર ડિરેક્ટર છે.

પાકરે સેરેનગેટી અને નગોરોન્ગોરો ખાતે ફાટી નીકળેલા રોગચાળમાં સાબિત કરી આપ્યું હતું કે એકધારા અનેક દુકાળ અને વરસાદની કમીથી પણ CDVના વધવાની શક્યતા છે. તેમણે કહ્યું કે, સિંહનો વધુ પડતા મોત પાછળા CDVમાં ઉચ્ચ સ્તરના બાબેસિયા હોવા જરુરી છે.

(5:08 pm IST)