Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

વિજયભાઇ રૂપાણીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પહેલા એકતાયાત્રાની વેબસાઇટનું લોન્ચીંગ

ગાંધીનગર :  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આગામી ૩૧ ઓકટોબર સરદાર પટેલ જયંતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઙ્ગદ્વારા રાષ્ટ્રને અર્પણ થનારી સરદાર પટેલની વિરાટતમ પ્રતિમા વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પૂર્વે સરદાર પટેલનો એકતા અને અખંડિતતાનો સંદેશ ગામેગામ ઘરે ઘરે ગુંજતો કરવા બે તબક્કામાં યોજાનારી એકતાયાત્રાની વેબ સાઈટ નું આજે લોન્ચિંગ કર્યું હતું. Ektayatra.comની આ વેબ સાઈટમાં એકતા યાત્રાના હેતુઓ ઉદેશ્ય અને વિગત વાર કાર્યક્રમોની માહિતી ઉપલબ્ધ થવાની છે. એક ભારત શ્રેષ્ઠ ભારત ના સ્વપ્ન દ્રષ્ટા લોહ પુરુષ સરદાર સાહેબ ના રાષ્ટ્ર માટે સમર્પણ અને યોગદાન ને જન જન સુધી ઉજાગર કરવા ઓકટોબર અને નવેમ્બર માસ દરમ્યાન રાજયના ૧૦ હજાર થી વધુ ગામોમાં આ એકતા યાત્રા ઙ્ગવિશેષ રથ સાથે યોજાશે. સરદાર પટેલ ના સન્દેશ ને હાલના જનજીવનમાં તેની અગત્યતા સાથે લોકો સુધી પહોંચાડવા. સક્ષમ અને અખંડ ભારત માટે ધાર્મિક સંવાદિતાનો સંદેશ પ્રસરાવવો અને સૌમાં રાષ્ટ્ર પ્રેમની ભાવના વિકસાવવી તેમજ જ્ઞાતિ ધર્મથી પર રહી રાષ્ટ્રવાદ કેળવવાના વિષયોને આવરી લઇ આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબસાઈટ લોન્ચિંગ વેળાએ જી એસ એફ સી ના મેનેજિંગ ડિરેકટર અને ગૃહ ના અધિક મુખ્ય સચિવ એ.એમ તિવારી, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ એકતા યાત્રા દરમ્યાન સરદાર સાહેબ ના જીવન કવન અને યોગદાન વિષયક નિબંધ સ્પર્ધા, પ્રશ્નોત્તરી સ્પર્ધા, ચર્ચા સ્પર્ધાઓ યોજાશે તેમજ વિશેષ રથ સાથે રાષ્ટ્રીય એકતા અંતર્ગત વિડીયો પણ પ્રદર્શિત કરાશે.

 

(1:26 pm IST)