Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

ર્ડની પરીક્ષાની કામગીરી શરૂ : વિદ્યાર્થી પાસેથી કોઈપણ ખર્ચ પેટે એક રૂપિયો વસૂલી શકાશે નહીં

શિક્ષણ બોર્ડ જ ખર્ચ પેટે રૂ ૧૦ વિદ્યાર્થીદીઠ શાળાઓને ચુકવણી કરી દેશે.

અમદાવાદ: ધોરણ-૧૦ અને ૧રની ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-ર૦૧૯માં લેવાનારી પરીક્ષાની કામગીરીની તૈયારી શરૂ દેવાઈ છે આ માસના અંતમાં પરીક્ષા માટેનાં આવેદનપત્રો ભરાવવાની શરૂઆત થવાની છે ત્યારે કોઇ પણ શાળા સંચાલક કોઈ પણ વિદ્યાર્થી પાસેથી ઇન્ટરનેટ ચાર્જ કે પ્રિન્ટ ખર્ચ પેટે રૂપિયો પણ વસૂલી શકશે નહીં, કારણ કે હવે શિક્ષણ બોર્ડ જ વિદ્યાર્થીના આવેદનપત્ર ઓનલાઈન ભરવા માટે થતા ખર્ચ પેટે રૂ ૧૦ વિદ્યાર્થીદીઠ શાળાઓને ચુકવણી કરી દેશે.

  શિક્ષણબોર્ડને અનેક ફરિયાદ મળતી હતી કે ધોરણ-૧૦ અને ૧રના પરીક્ષાના આવેદન ઓનલાઇન ભરતી વખતે શાળા સંચાલકો વિદ્યાર્થી પાસેથી ઇન્ટરનેટ અને પ્રિન્ટ ખર્ચ પેટે રૂ પ૦ જેટલી રકમની વસૂલી કરતા હતા.

   ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી. એસ. પટેલે જણાવ્યું હતું કે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીને સામાન્ય સભાની ચર્ચા બાદ લીધેલા નિર્ણય મુજબ રાજ્યની તમામ ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક શાળાઓના ધોરણ ૧૦ અને ૧રની પરીક્ષા માટે ઓનલાઇન આવેદનપત્રો ભરવા માટે રૂ.૧૦ની રકમ વિદ્યાર્થીદીઠ માર્ચની પરીક્ષા માટે આપવાની નક્કી કરાયું છે, જે ઇન્ટરનેટની સુવિધા માટે હશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં શાળાઓમાં આ પ્રકારનો ખર્ચ કરવો પડતો હોય છે.

(1:04 pm IST)