Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

હાઇકોર્ટે બુલેટ ટ્રેનના રૂટ માટેની જમીન સંપાદન મામલે કેન્દ્ર,રાજ્ય સરકાર સહિતના પક્ષકારોને નોટીસ ફટકારી

ખેડૂતોના વળતર અને સામાજિક અસરોના મુલ્યાંકનનો મુદ્દો ઉઠાવાયો

અમદાવાદથી મુંબઈ વચ્ચે શરુ થનારી બુલેટ ટ્રેનના રૂટ માટેની જમીન સંપાદનને મામલે હાઇકોર્ટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને નેશનલ હાઇસ્પીડ રેલવે કોર્પોરેશન સહિતના પક્ષકારોને નોટિસ ઈશ્યુ કરી છે.

  બચાવ પક્ષના વકીલે ખેડૂતોના વળતર અને સામાજિક અસરોના મુલ્યાંકનનો મુદ્દો ઉઠાવ્યો હતો જેને લઈને કોર્ટે નોટિશ ઈશ્યુ કરી છે. કોર્ટમાં આ મેટર ચાલી રહી હતી ત્યારે એક વકીલે કોર્ટેને કહ્યું હતું કે સુરતમાં ખેડૂતોની જમીન છે તેને લઈને પાંચ ખેડૂતોએ પોતાની અરજી પરત કરી છે. ત્યારે કોર્ટે ટકોર કરતા પૂછ્યું હતું કે આ અંગેની એફિડેવિટ છે? તો સુરતના જ ખેડૂતે કહ્યું છે કે અન્ય કોઈ વકીલ રાખવામાં આવ્યો નથી અને પોતાની અરજી પરત કરી નથી.

(11:59 am IST)