Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

ઢુંઢર ગામની બાળકી પર દુષ્કર્મ મામલે હાર્દિક પટેલે લીધી પીડિતાના પરિવારની મુલાકાત:સરકાર પર કર્યા પ્રહાર

સરકારે સહાયની જાહેરાત કરી પણ હજુ મળી નથી : કૌભાંડ કરવા માટે રૂપિયા હોય છે.આ દિકરીને આપવા માટે રૂપિયા નથી?

 

હિંમતનગરના ઢુંઢર ગામની બાળકી પર દુષ્કર્મ મામલે પાસના નેતા હાર્દિક પટેલે પીડિતાના પરિવાર સાથે મુલાકાત કરી હતી. અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. હાર્દિકે જણાવ્યું હતું કે સરકારે સહાયની જાહેરાત કરી છે. પરંતુ તે હજુ સુધી મળી નથી દુખની વાત છે. .

  વધુમાં કહ્યું હતુ કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથડી રહી છે. મહિલાઓ સાથે જે બનાવો બને છે તે દુ:ખની વાત છે. હું આજે એક ભાઈ તરીકે અહિં આવ્યો છું..હું કોઈ સમાજ તરીકે આવ્યો નથી.

  સરકાર મહિલાઓ સાથે ઉભી રહી શકતી નથી. તેવું મને લાગે છે.તો સરકાર જોડે કૌભાંડ કરવા માટે રૂપિયા હોય છે. તો દિકરીને આપવા માટે રૂપિયા નથી. તેવા આક્ષેપ સાથે હાર્દિકે સરકાર પર પ્રહાર કર્યા હતા

(9:36 pm IST)