Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

વડોદરામાં નકલી પોલીસ અને પ્રેસ રિપોર્ટરની ઓળખ આપી રેડ પાડી પૈસા પડાવતા ચાર ભેજાબાજો પકડાયા

 

વડોદરા જે.પી.રોડ પોલીસે ચાર ભેજાંબાજોને સકંજામાં લીધા છે પોલીસ અને પ્રેસ રિપોર્ટર તરીકે પોતાની ઓળખ આપીને નકલી રેડ કરતા અને ત્યારબાદ પૈસા પડાવતા ચારેય ભેજાબાજો ખાસ કરીને વૃદ્ધોને ટાર્ગેટ કરીને પોતે અમદાવાદ પોલીસના સેક્શન ખાતામાં હોવાનું જણાવતા ત્યાં સુધી કે તેઓ આઇજીના નામે વૃદ્ધોને ત્યાં રેડ કરીને એમ કહેતા કે તેઓ વેશ્યાવૃતિ કરાવે છે. જે બાદ પૈસાનો તોડ કરતા હતા. પોલીસે ચારેય શખ્સોને રોકડ અને એલઇડી સાથે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:56 pm IST)