Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

આણંદ શહેર પોલીસે 1.19 લાખની રોકડ સાથે 15 જુગારીઓને દબોચ્યા

આણંદ:શહેર પોલીસે સર્કીટ હાઉસ પાછળ આવેલી પંચશીલ સોસાયટીના એક મકાનમાં છાપો મારીને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતાં ૧૫ શખ્સોને ૧.૧૯ લાખ ઉપરાંતની રોકડ રકમ સાથે ઝડપી પાડીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

મળતી વિગતો અનુસાર ગઈકાલે વહેલી સવારના સુમારે શહેર પોલીસને હકિકત મળી હતી કે, પંચશીલ સોસાયટીમાં આવેલા એક મકાનમાં કેટલાક શખ્સો એકત્ર થઈને જુગાર રમી રહ્યા છે જેના આધારે પોલીસે દરોડો પાડતાં હાર્દિક જીતેન્દ્રકુમાર શાહ, પીનલકુમાર અર્જુનસિંહ ઠાકોર, નીલેષભાઈ જગદીશભાઈ પંચાલ, મયુરભાઈ કાંતિભાઈ ચૌહાણ, નીરજભાઈ સુભાષભાઈ બત્રા, કૌશિકકુમાર ડાહ્યાભાઈ સોલંકી, હિમાંશુ પરેશભાઈ પઢિયાર, ધ્રુવ રમણીકભાઈ જોટંગીયા, તપનભાઈ ગીરીશભાઈ પટેલ, સતીષભાઈ મેલાભાઈ વાઘેલા, કલ્પેશભાઈ પ્રવિણભાઈ શાહ, લખન રમેશચન્દ્ર ધનકાણી, મુકેશભાઈ નગીનદાસ માથુકીયા, હીરેનભાઈ ચંદુલાલ શાહ તથા ચીરાગભાઈ ચંદુભાઈ પાટડીયા ઝડપાઈ જવા પામ્યા હતા. 

પોલીસને દાવ પરથી ૪૦૧૪૦ તથા અંગજડતીમાંથી ૭૮૯૨૦ મળીને કુલ ૧,૧૯,૦૬૦ની રોકડ રકમ મળી આવતાં પોલીસ તે જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.

 

(4:16 pm IST)