Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

અમદાવાદના મોટેરા રોડ નજીક કારે રિક્ષા સહીત બાઇકને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માતમાં રીક્ષા ચાલકનું ગંભીર ઇજાથી મોત

 

અમદાવાદ: મોટેરા રોડ પર પુરઝડપે જઈ રહેલી કારે રિક્ષા અને બાઈકને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષા ફંગોળાઈ જતા તેના ચાલકનું ગંભીર આજાને કારણે મોત નીપજ્યું હતું. ઉપરાંત બાઈક ચાલક તથા પલ્ટી ખાઈ ગયેલી કારના ચાલકને પણ ઈજા પહોંચી હતી.

મોટેરા રોડ પર દ્વારકેશ એન્ટેનીયા ચાર રસ્તા પાસે ઓગસ્ટના રોજ રાત્રે અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં મોટેરામાં દ્વારકેશ એન્ટેનીયા ખાતે રહેતા યશભાઈ આર.ભવાની(૨૬) સીટીએમ ખાતે આવેલી તેમની ઓફિસથી બાઈક પર ઘરે આવી રહ્યા હતા. દરમિયાન એન્ટેનીયા ચાર રસ્તા પાસે તેઓ એક ઓટો રિક્ષાની પાછળ બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે સામેથી પુરઝડપે આવી રહેલી કારે રિક્ષાને જોરદાર ટક્કર મારતા રિક્ષા મોટેરા તરફના રોડ પર ફંગોળાઈ ગઈ હતી. રિક્ષાને ટકકર વાગતા પાછળ જઈ રહેલા યશભાઈ પણ ટક્કર વાગતા બાઈક પરથી નીચે પટકાયા હતા.

(5:59 pm IST)