Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

ઠાસરા તાલુકાના ડાકોરના નિવૃત શિક્ષકની સાથે વીમા પોલીસીના બહાને 32.7 લાખની છેતરપિંડી આચરનાર ઠગ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

 

ડાકોર:શહેરની ભાવિક સોસાયટીમાં રહેતા પ્રવિણસિંહ ગુલાબસિંહ રાજ થોડા વર્ષો પહેલા નિવૃત થયા હતા.તેમને એચ.ડી.એફ.સી લાઇફમાં વર્ષો પહેલા પોલીસીઓ લીધી હતી.વર્ષ-૨૦૧૬ માં પૈસાની જરૂરીયાત ઉંભી થતા તેમને બેંકમાંથી લોન લીધી હતી. તે સમયે લોન મંજૂર કરનાર વ્યક્તિએ કહેલ કે લોન મંજૂર થઇ છે પરંતુ તમારે પોલીસી લેવી પડશે તેમ કહેતા તેમને પોલીસી લીધી હતી.

બાદ વર્ષ-૨૦૧૭માં રમેશભાઇ જોષી નામના વ્યક્તિએ પોલીસી અંગે સંપર્ક કરતા તેની પાસેથી પણ પોલીસી લીધી હતી. પોલીસી લીધા બાદ પ્રવિણસિંહ રાજ પર પોલીસી લેવા અંગે વધુ ફોન આવવા લાગ્યા હતા. જેથી તેઓએ તેમની પત્ની અને દિકરાના નામે પણ પોલીસી લીધી હતી.વળી એક પોલીસી મિત્રને લેવડાવી પૈસાનુ રોકાણ કર્યુ હતુ. ગત તા.૧૪ જાન્યુઆરીના રોજ એક મોબાઇલ નંબર પરથી ફોન આવ્યો હતો અને કહેલ કે રમેશભાઇ જોષી ગુજરી ગયા છે અને તમારી બધી પોલીસી પાકી ગઇ છે તમારી બધી પોલીસના રૂા.૩૯,૫૦,૫૫૦ મળવા પાત્ર છે.

બાદ અન્ય ચાર જુદા જુદા મોબાઇલ નંબરથી ફોન આવ્યા હતા અને કહેલું કે તમારી પોલીસીના પૈસાનો ડી.ડી ક્લીયર કરાવવો હોય તો જી. એસ. ટી તથા ઇનકમ ટેક્ષના પૈસા ભરવા પડશે તેવી લાલચ આપી હતી. બાદ પ્રવિણસિંહે તા.૧૦-૦૨-૨૦૨૧ થી તા.૧૭-૦૫-૨૦૨૧ ના સમયગાળા દરમ્યાન પોલીસીના પાકતી મૂદતના રૂા.૫૮,૧૬,૫૦૦ નો લેટર બતાવી લાલચ આપી હતી. જેની સામે પ્રવિણસિંહે  ચાર મહિનાના સમયગાળામાં કુલ રૂા.૩૨,૦૭,૬૪૪ બેંક ખાતાઓમાં જમા કરાવ્યા હતા.

(5:56 pm IST)