Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

ગાંધીનગર નજીક લાભ રેસિડેન્સીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 2.39 લાખની મતાની ઉઠાંતરી કરતા ગુનો દાખલ

 

ગાંધીનગર:શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધી રહયા છે ત્યારે શહેર નજીક આવેલા વાવોલ ગામની લાભ રેસીડેન્સીમાં તસ્કર ટોળી ત્રાટકી હતી અને તેમાં ત્રણ મકાનમાં હાથફેરો કરી કુલ .૩૯ લાખની મત્તા ચોરી જવામાં સફળ રહયા હતા. એક તસ્કર સોસાયટીના સીસીટીવીમાં પણ કેદ થયો હતો. મામલે સે- પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરી છે.

ગાંધીનગરમાં આમ તો શિયાળા દરમ્યાન ઘરફોડ ચોરીની ઘટનાઓ વધુ બનતી હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી શહેરમાં ઘરફોડ ચોરીની ઘટનાઓએ માથુ ઉંચકયું છે. શહેર તેમજ આસપાસના વિસ્તારમાં વધેલી ઘરફોડ ચોરીઓનો ભેદ હજુ ઉકેલાયો નથી ત્યારે શહેર નજીક આવેલા વાવોલ ગામમાં લાભ રેસીડેન્સીમાં તસ્કર ટોળી ત્રાટકી હતી અને ત્રણ મકાનમાં હાથ ફેરો કર્યો હતો. અંગે બ્લોક નં.સી-૧૦૪માં રહેતાં અર્ચનાબેન ચંદનસિંહ રાજદીપે ફરીયાદ નોંધાવી હતી કે તેમના પરિવાર સાથે મકાનમાં ભાડે રહે છે અને ગઈકાલે રાત્રે મકાનમાં મુખ્ય દરવાજો બંધ કરીને સુઈ ગયા હતા. આજે સવારે જોતાં ડ્રેસીગ ટેબલના ડ્રોવર ખુલ્લા હતા અને તીજોરી પણ ખુલ્લી હતી જેમાંથી સોનાચાંદીના દાગીના અને મોબાઈલ ફોન મળી .ર૧ લાખની મત્તા ચોરાઈ હતી. તો સોસાયટીમાં રહેતાં હિમંતલાલ તુલસીદાસ પરમારના ઘરમાંથી પણ ત્રણ મોબાઈલ જયારે વિશાલ જયેશકુમાર ઉપાધ્યાયના મકાનમાંથી ચાર હજાર રોકડ અને મોપેડની ડેકીમાંથી આઠ હજારની ચોરી થઈ હતી. ચોરીની ઘટનાના પગલે વસાહતીઓ એકઠા થઈ ગયા હતા અને સીસીટીવી ફુટેજ ચકાસતાં રાત્રે અઢી વાગ્યાની આસપાસ એક શખસ મોપેડમાંથી ચોરી કરતાં જણાયો હતો. ઘટના અંગે સે- પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો દાખલ કરીને તેમને પકડવા માટે મથામણ શરૃ કરી હતી.

(5:56 pm IST)