Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

સુરતમાં પ્રેમી સાથે મળીને સીએનો હોદ્દો ધરાવતી બુદ્ધિજીવી યુવતિએ ઘરમાંથી ભાગી જઇને અપહરણનું નાટક કર્યું અને પરિવાર પાસે 10 લાખની ખંડણી માંગી

એક શહેરમાંથી બીજા શહેરમાં જતાની સાથે જ યુવક-યુવતિ મોબાઇલ નંબર બદલી નાખતા હતા પરંતુ પોલીસના હાથે દિલ્‍હીથી બંને ઝડપાઇ ગયા

સુરતઃ કહેવાય છેકે, પ્રેમ આંધળો હોય છે. તેનું જીવતું જાગતું ઉદાહરણ સુરતમાં જોવા મળ્યું. ચાર્ટડ એકાઉન્ટટનો હોદ્દો ધરાવતી બુદ્ધિજીવી યુવતીએ પ્રેમી સાથે મળીને પોતાના જ અપહરણનું તરકટ રચ્યું અને પરિવાર સાથે કરી ખંડણીની માંગણી.આ ઘટના છે સુરતના વરાછા વિસ્તારની. જ્યાં સી.એ. યુવતી પહેલાં પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ. બન્ને એ પ્લાન મુજબ યુવતીના પરિવારને ફોન કરીને યુવતીનું અપહરણ કર્યું હોવાની વાત કરી. અને યુવતીના પરિવાર પાસે આ 'બંટી-બબલી'એ 10 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરી.

સમગ્ર ઘટનાનો તાગ મેળવવા માટે પોલીસે પણ ચક્રો ગતિમાન કર્યા હતાં. આ સુરત શહેરના આ 'બંટી-બબલી' એ પોલીસને પણ ખુબ દોડાવ્યાં. તેના માટે તેઓએ અલગ અલગ ફોન અને અલગ અલગ કંપનીના સીમ કાર્ડ પણ પોતાની પાસે રાખ્યાં હતાં. જેથી પોલીસ કે કોઈપણ અન્ય વ્યક્તિને તેમના આ પ્રકારના શાતિર પ્લાનની કોઈ ગંધ ન આવે. ફોન ટ્રેસિંગના માધ્યમથી પોલીસને હાથે ઝડપાય નહીં એટલાં માટે સીએ યુવતી અને તેના પ્રેમીએ સાદા ફોન પહેલાંથી ખરીદીને રાખ્યાં હતાં. બીજા શહેરમાં જતાની સાથે જ ફોન નંબર બદલી દેતાં હતાં સુરત શહેરના આ 'બંટી-બબલી'. જોકે, પોલીસે પણ તેમને પીછો છોડ્યો નહીં અને સતત તેમનું ટ્રેસિંગ ચાલુ રાખ્યું. અને આખરે સુરતના 'બંટી-બબલી' દિલ્લીમાં પોલીસના હાથે ઝડપાઈ ગયાં.

અપહરણની કહાની બનાવીને પોતાના જ પરિવાર પાસે 10 લાખ રૂપિયાની ખંડણી માંગનારી ચાર્ટડ એકાઉન્ટટ (CA) યુવતી અને તેના પ્રેમીને પોલીસે ઝડપી પાડ્યાં છે. અઠવાડિયા પહેલાં ગુમ થયેલી વરાછાની સીએ યુવતીને પોલીસે તેના પ્રેમી સાથે દિલ્હીમાં બસમાંથી પકડી પાડ્યા. જોકે આ ઘટનામાં પ્રેમિકાના પરિવારને ગેરમાર્ગે દોરવા માટે પ્રેમીએ પ્રેમિકા સાથે મળી ને જ ફોન કરી 10 લાખની ખંડણી માંગી હતી. બંનેએ ભાગ્યા પછી પોલીસ ટ્રેસ ન કરી શકે તે માટે 5 સીમકાર્ડ અને સાદાફોન પણ લીધાં હતાં. વધુમાં તેઓ કોઇપણ જગ્યાએ12 કલાકથી વધુ સમય રોકાતા ન હતા. સીએ યુવતી અને યુવક વચ્ચે છેલ્લાં અઢી વર્ષથી પ્રેમસંબંધ હતો. પરંતુ બંનેના પરિવારે લગ્ન માટે મંજૂરી ન આપતા તેઓ ઘરેથી ભાગ્યા હતા. પ્રેમી પંખીડા ભાગવા માટે અને ભાગ્યા બાદ હાથમાં ન આવે માટે 3 મહિનાથી તૈયારી કરી હતી.

ફોન ટ્રેસિંગના માધ્યમથી પોલીસને હાથે ઝડપાય નહીં એટલાં માટે સીએ યુવતી અને તેના પ્રેમીએ 5 સાદા ફોન પહેલાંથી ખરીદીને રાખ્યાં હતાં. બીજા શહેરમાં જતાની સાથે જ ફોન નંબર બદલી દેતાં હતાં સુરત શહેરના આ 'બંટી-બબલી'.

પકડાય નહીં એટલે 5 સાદા ફોન ખરીદ્યા, બીજા શહેરમાં જાય એટલે નંબર બદલી કાઢતાં.

વરાછા ડાહ્યાપારમાં રહેતું 20 વર્ષિય સીએ યુવતી અઠવાડિયા પહેલાં ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઇ હતી. હતી. ત્યાર બાદ અચાનકજ પરિવાર પર અજાણ્યા નંબરથી આવેલા ફોનથી આવ્યો અને યુવતીના પિતા પાસે તમારી છોકરીને જીવતી જોવી હોય તો 10 લાખ આપવા પડશે કહી ખંડણી મંગાઇ હતી. આ મામલે તાત્કાલિક પરિવાર દ્વારા વરાછા પોલીસનો સંપર્ક કરતા વરચ પોલીસે ગુનો નોંધી તપાસ કરતા છોકરી અને તેનો પ્રેમી આકાશ રાજકુમાર ખટિક દિલ્હીમાં આગ્રા-મથુરા રોડના ટોલનાકા પર ચાલુ બસમાંથી પકડી પડ્યા. પ્રથમ તો પોલીસે સ્થાનિક લેવલે તપાસ કરતાં આ બન્ને પ્રેમીઓ સીસીટીવી માં બાઇક પર જતાંદેખાય હતા યુવકની બાઇક પર બેસી ને જતા નજરે ચઠયા હતા બંને ની અટકાયત કરી પૂછપરછમાં બંનેએ જણાવ્યું હતું કે છોકરી જ્યાં સીએ.નો અભ્યાસ કરતી હતી. ત્યાં આકાશનો મિત્ર પણ અભ્યાસ કરતો હોવાથી તે તેને મળવા જતો હતો. ત્યાં આકાશ અને પાયલ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.

અઢી વર્ષ બાદ બંનેએ પરિવારમાં લગ્નની વાત કરતાં તેમને મંજૂરી મળી ન હતી. જેથી બંનેએ પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરવા ઘરેથી ભાગવા માટે 3 મહિના પહેલાં યોજના બનાવી હતી. આકાશને 21 વર્ષમાં દોઢ મહિનો બાકી હોવાથી મૈત્રી કરાર કરીને ભાગવાનું નક્કી કર્યું હતું. તેમણે એક વીડિયોમાં જોયું હતું કે પોલીસ મોબાઇલ ટ્રેસ કરીને આરોપી સુધી પહોંચી શકે છે. જેથી બંનેએ 5 સીમ અને 5 સાદા ફોન પણ લીધાં હતાં. બંને કોઇપણ સ્થળે 12 કલાકથી વધુ ન રોકાતા.

(4:24 pm IST)