Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

ડાંગના વઘઇમાં સૌથી વધારે 11 ઇંચ ખાબક્યો :મોસમનો 61.55 ટકા વરસાદ વરસી ગયો

સુરત, તાપી, વલસાડ, ભરૂચ, નવસારી, વડોદરા અને ડાંગ જિલ્લામાંથી ૨૧૦૮૬ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા : 373 નાગરિકોને રેસ્ક્યુ કરાયા

અમદાવાદ :રાજ્યમાં અત્યાર સુધીમાં એકપણ તાલુકો વરસાદી પાણી વગર રહ્યો નથી.આજે  ગુજરાતમાં સૌથી વધારે ડાંગના વઘઇમાં 11 ઇંચ વરસાદ પડ્યો છે. મોસમનો 61.55 ટકા વરસાદ નોંધાયો હતો. ગુજરાતના સાત જિલ્લામાંથી 21086 નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જ્યારે 373 નાગરિકોને રેસ્ક્યૂ દ્વારા બચાવવામાં આવ્યા છે.

  આજે સોમવારે સવારે છથી સાંજના છ વાગ્યા સુધી ડાંગના વઘઇમાં 272 એમએમ, નવસારીના વાંસદામાં 221 એમએમ, ડાંગના આહવામાં 144 એમએમ, સુબરીમાં 127 એમએમ, છોટાઉદેપુરના નસવાડીમાં 95 એમએમ, તાપીના વ્યારામાં 87 એમએમ, છોટાઉદેપુરના ક્વાંટમાં 69 એમએમ વરસાદ પડ્યો છે.

(11:47 pm IST)