Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

સુરતમાં સીઆઇડી ક્રાઈમની મોટી કાર્યવાહી: ધવલ માવાણી પાસેથી લાખોના 342 બીટકોઈન કર્યા કબ્જે

બે પેનડ્રાઈવ અને એક ઇલેક્ટ્રિક વોલેટની તપાસ દરમ્યાન બીટકોઇન મળ્યા

 

સુરત બીટ કનેક્ટ કૌભાંડ મામલે આરોપી ધવલ માવાણી પાસેથી સીઆઇડી ક્રાઈમ દ્વારા 342 બીટકોઈન કબ્જે કરાયા છે ધવલ માવાણીના બીટકનેક્ટ કંપનીના યુઝર વોલેટ બેકઅપ માહિતી ધરાવતી બે પેનડ્રાઈવ અને એક ઇલેક્ટ્રિક વોલેટની તપાસ દરમ્યાન બીટકોઇન મળી આવ્યા હતા. જે પૈકી 123 બીટકોઈન સીઆઇડી ક્રાઈમના ટ્રેઝર વોલેટમાં ટ્રાન્સફર કરી ટાંચમાં લેવામાં આવ્યા છે. ઉપરાંત 220 બીટકોઈન ટાંચમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંને પેનડ્રાઈવમાંથી બીટકોઈનને લાગતા મહત્વના ડોક્યુમેટ પણ સીઆઈડી ક્રાઈમને મળી આવ્યા છે.

  એક બીટકોઈનની કિંમત હાલના બજાર પ્રમાણે 8 લાખ 25 હજાર છે. નોંધનીય છે કે ધવલ માવણીની 30 જુલાઇના રોજ અબુધાબી એરપોર્ટ પરથી એર ઇન્ડિયા ફ્લાઇટમાંથી ધરપકડ કરાઈ હતી. જ્યાં બાદમાં ઇમિગ્રેશનને સાથે રાખી સુરત સીઆઇડી ક્રાઈમ દ્વારા ધવલ માવાણીનો કબજો લેવાયો હતો. જે બાદ ધવલ માવાણીના સુરત કોર્ટમાંથી કુલ 7 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જેથી આવતીકાલ સુધી ધવલ માવાણી સીઆઇડી ક્રાઇમની રિમાન્ડ હેઠળ છે. તો ગુનામાં અગાઉ સતીશ કુંભાણી સહિત સુરેશ ગોરસિયાની ધરપકડ કરવામાં છે.

(10:23 pm IST)