Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

પાટણમાં યુજીવીસીએલના નાયબ ઇજનેર 15 હજારની લાંત લેતા રંગેહાથ ઝડપાયા

કારખાના માટે વીજ મીટર આપવામાં ગલ્લાંતલ્લાં કર્યા અને 25 હજારની માંગી લાંચ

 

પાટણમાં યુજીવીસીએલના નાયબ ઇજનેર રૂપિયા 15 હજારની લાંચ લેતા ઝડપાયા હતા. કામના ફરિયાદીએ બોલ્ટ બનાવવાના કારખાના માટે વીજ કનેકશન માંગ્યુ હતુ પરંતુ નાયબ ઇજનેરે બહાના બતાવી વીજ મીટર આપ્યું નહોતું અને રૂપિયા ૨૫ હજારની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ રૂપિયા 15 હજાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. જો કે ફરિયાદીએ એસીબીને જાણ કરતા નાયબ ઇજનરને 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

(10:24 pm IST)