Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

નવસારી જિલ્લામાં જળબંબોળ :બીલીમોરાના બંદર રોડના 300થી વધુ ઘરોમાં પાણી ઘુસ્યા

નદીઓમાં ઘોડાપૂર:અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ખેતીને મોટું નુકસાન

 

ઉપરવાસના મુશળધાર વરસાદે નવસારી જિલ્લાની નદીઓને બેકાબુ બનતા શહેર અને જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તાર પૈકી બંદર રોડના 300 થી વધુ પરિવારોના ઘરોમાં પાણી ઘુસી જતા ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવેલા લોકોને સરકારી શાળામાં રહેવા અને જમવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

નવસારીમાં ભારે વરસાદે તબાહી સર્જી છે. નદીઓમાં ઘોડાપૂર અને અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ખેતીને મોટું નુકસાન થયું છે. વાંસદા તાલુકાના નવતાડ ગામમાં કાવેરી નદીના પ્રચંડ પાણીએ મકાનો અને ખેતીને નુકશાન પોચાડ્યું છે.

(10:24 pm IST)