Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

હવે સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શક વર્ગ બેચ શરૂ

સતત બે માસ સુધી ચાલશે

અમદાવાદ, તા. ૫ : ગુજરાત રાજ્યમાં આવી રહેલી નોકરી માટેની તકોમાં વિદ્યાર્થીઓને ઉપયોગી થવાના હેતુસર ગુજરાત યુનિવર્સિટીના એચકે સેન્ટર ફોર પ્રોફેશનલ ટ્રેનિંગ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શક વર્ગોની બીજી બેચનો આજે પ્રારંભ થયો હતો.

           સતત બે માસ સુધી ચાલનારા આ વર્ગોમાં જુદા જુદા વિષયો ઉપર નિષ્ણાતો માર્ગદર્શન આપશે. સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શક વર્ગોની બીજી બેચ ૨૦૧૯ના પ્રારંભ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ડોક્ટર જગદીશ ભાવસારે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને મહેનત કરીને સફળતા પ્રાપ્ત કરવા શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ડોક્ટર મિતેશ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા અને આવી રહેલી નોકરી ભરતીની ઉંડાણપૂર્વક છણાવટ કરી હતી.

(9:03 pm IST)