Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

IIFL દ્વારા એનસીડી બોન્ડ પર ૧૦.૫ ટકા વ્યાજ ઓફર

એક હજાર કરોડના બોન્ડ ઇશ્યૂમાં ઓફર : આઇઆઇએફએલ કંપનીનો પબ્લિક ઇશ્યૂ આજે ખુલશે

અમદાવાદ, તા.૫ : દેશની સૌથી મોટી નાન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓમાંથી એક આઇઆઇએફએલ ફાઇનાન્સ તા.૬ ઓગસ્ટ, ૨૦૧૯એ બોન્ડ્સ માટે પબ્લિક ઇશ્યૂ જાહેર કરશે, જે અંતર્ગત આ અતિશય સુરક્ષાની સાથે ૧૦.૫ ટકાનો વ્યાજદર રજૂ કરશે. છ ટકા પ્રતિ વર્ષથી ઓછાની બેન્ક ફિક્સ્ડ ડિપાઝિટ્સની તુલનામાં આઇઆઇએફએલ બાન્ડ રિટેલ રોકાણકારોને ઓછામાં ઓછા ચાર ટકા પોઇન્ટ વધુ રિટર્ન આપે છે. આઇઆઇએફએલ બાન્ડ્સ રિટેલ રોકાણકારોને એવા સમયે વધુ આકર્ષક રિટર્ન આપી રહ્યું છે, જ્યારે આરબીઆઇ વ્યાજદરોમાં ઘટાડો કરવાની છે અને સ્ટાક બજાર નકારાત્મક રિટર્ન આપી રહ્યું છે ત્યારે રોકાણકારો માટે આ બહુ આકર્ષક અને ઉમદા રોકાણની તક બની રહેશે એમ અત્રે આઇઆઇએફએલ ફાઇનાન્સના વાઇસ પ્રેસિડેન્ટ, શ્રી રાજીવ જોશીએ જણાવ્યું હતું.

                તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં ૧૯૪૭ શાખાઓની સાથે અમારી એક મજબૂત ભૌતિક પહોંચ અને વિવિધ પોર્ટફોલિયો દ્વારા અમે અંડરસર્વ્ડ જનસંખ્યાના વિભિન્ન સેગેમેન્ટ્સની કેડિટની જરૂરિતાયને પૂરી કરી શકીએ છીએ. એકત્રિક કરવામાં આવેલા ફંડથી અમને એવા અનેક ક્ષેત્રોમાં પોતાના કામનો વિસ્તાર કરવામાં મદદ મળશે. યૂકે સ્થિત સીડીસી ગ્રુપ દ્વારા સહયોગ પ્રાપ્ત આઇઆઇએફએલ ફાઇનાન્સ ૧૦૦ કરોડ રૂ.ના બોન્ડ્સ પ્રકાશિત કરશે અને તેની પાસે ૯૦૦ કરોડ રૂ.ના ઓવરસબ્સક્રિપ્શન રિટેન કરવાનો ગ્રીન- શૂ વિકલ્પ હશે.(કુલ રકમ ૧૦૦૦ કરોડ રૂ. થઇ જશે). આઇઆઇએફએલ બોન્ડસ પર ૬૯ મહીનાના સમયગાળા માટે ૧૦.૫ ટકાનું સર્વોચ્ચ વ્યાજ દર રજૂ કરી રહ્યું છે. આ ૧૫ મહીનાના ટૂંકા ગાળા માટે સિક્યોર્ડ શ્રેણીમાં ૧૦ ટકા પ્રતિ વર્ષનું વ્યાજ પણ આપી રહ્યું છે. આઇઆઇએફએલ ફાઇનાન્સના વાઇસ પ્રેસિડેન્ટ, શ્રી રાજીવ જોશીએ વધુમાં ઉમેર્યું કે, આ બોન્ડ્સમાં ચૂકવણીનો સમયગાળો માસિક, ત્રિમાસિક અને વાર્ષિક છે,

                તથા કૂપન બોન્ડ ઝીરો છે. સિક્યોર્ડ શ્રેણીમાં રજૂ અન્ય સમયગાળો ૩૯ માસનો છે. કાર્પોરેટ અને ટ્રસ્ટ, જે માત્ર મેટ ચૂકવી રહ્યા છે, તે આ બોન્ડ્સમાં રોકાણ કરી શકે છે. તે ખાસ કરીને ૧૫ મહિનાના સમયગાળા માટે રોકાણ કરી શકે છે, જેમાં વ્યાજ દર ખૂબ આકર્ષક છે. શોર્ટ ટર્મ લિક્વિડિટી ટાઈટનીંગના ચાલતા, ૧૫ મહીનાના બોન્ડ્સનું મૂલ્ય ખૂબ જ ઓછું છે. આ એકમોનું ૧૦ ટકાના વ્યાજ દરખૂબ આકર્ષક છે. શોર્ટ ટર્મ લિક્વિડિટી ટાઈટનિંગના ચાલતા, ૧૫ મહીનાના બોન્ડ્સનું મૂલ્ય ખૂબ જ ઓછું છે. આ એકમોનું ૧૦ ટકાના વ્યાજ દર ટેક્સ સમાયોજિત કરવા પર ખૂબ જ આકર્ષક થઇ જાય છે. આ રીતનું કોઇ અન્ય રોકાણ આટલું સારું રિટર્ન નથી આપતું. ક્રાઇસિલે આને એઅ-સ્ટેબલની રેટિંગ આપી છે,

            જે પ્રદર્શિત કરે છે કે આ રોકાણ નાણાંકીય જવાબદારી પૂરી કરવા માટે સમય પર સર્વિસ આપવાની બાબતમાં ખૂબ સુરક્ષિત છે અને આમાં ક્રેડિટ રિસ્ક ખૂબ ઓછું આઇઆઇએફએલ બોન્ડ ૧૦૦૦ રૂ.ના ફેસ વેલ્યૂ પર પ્રકાશિત કરવામાં આવશે અને દરેક શ્રેણીઓમાં આવેદનનો ન્યૂનતમ આકાર ૧૦,૦૦૦ રૂ. હશે. આના પબ્લિક ઇશ્યૂ તા.૬ઠ્ઠી ઓગસ્ટના રોજ ખુલશે અને તા.૩૦ મી ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ બંધ થશે. આઇઆઇએફએલ ફાઇનાન્સ આઇઆઇએફએલ સમૂહનો હિસ્સો છે, જે ભારતની સૌથી મોટી રિટેલ કેન્દ્રિત ફાઇનાન્સિયલ સર્વિસીઝ કંપનીઓમાંની એકના રૂપે ઉભરી આવી છે. આઇઆઇએફએલ ફાઇનાન્સની પાસે લગભગ ૩૫૦૦૦ કરોડ રૂ.ના લોન એસ્સેટ અંડર મેનેજમેન્ટ છે. ઉલ્લેખનીય છે કે, ૮૫ ટકા બુક રિટેલની છે, જે સ્માલ ટિકટ લોન્સ પર કેન્દ્રિત છે.

(9:01 pm IST)