Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

ICSIના ફાઉન્ડેશન ડેની કરાયેલી વિધિવત ઉજવણી

કંપની સેક્રેટરીઝ સભ્યો હાજર રહ્યા

અમદાવાદ, તા.૫ : ઇન્સ્ટીટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (આઇસીએસઆઇ)ની ડબલ્યુઆઇઆરસીના અમદાવાદ ચેપ્ટર દ્વારા તેના ૪૬માં ફાઉન્ડેશન દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આઇસીએસઆઇના પ્રેસીડેન્ટ રણજિત પાંડે, વાઇસ પ્રેસીડેન્ટ આશિષ ગર્ગ, પશ્ચિમ રિજિયનના આરએસએસ ચીફ જયંતિભાઇ ભદેસીયા સહિતના મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા. આઇસીએસઆઇની ડબલ્યુઆઇઆરસીના અમદાવાદ ચેપ્ટરના ફાઉન્ડેશન ડેની ઉજવણીના પ્રારંભે જાણીતા મોટીવેશનલ સ્પીકર જય વસાવડાએ લાઇફ સ્કીલ્સ વિષય અંગે ઉપસ્થિત સભ્યોને પ્રોત્સાહિત પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમના અંતે સીએસ મેમ્બર્સ અને વિદ્યાર્થીઓ દ્વારા મ્યુઝીકલ નાઇટ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.

              કાર્યક્રમ દરમ્યાન ખુશી ભટ્ટ તથા અન્યો દ્વારા સંગાથે સુખ શોધીએ ફેમીલી ડ્રામા રજૂ કર્યું હતું. આ પ્રસંગે કંપની સેક્રટીઝ સભ્યો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આઇસીએસઆઇના પ્રેસીડેન્ટ રણજિત પાંડે અને વાઇસ પ્રેસીડેન્ટ આશિષ ગર્ગ દ્વારા પણ ફાઉન્ડેશન ડેની ઉજવણીને લઇ પ્રાસંગિક પ્રવચન કરી ઉપસ્થિત સીએસ સભ્યોને પ્રોત્સાહિત કરાયા હતા.

(9:00 pm IST)