Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

રાજ્યમાં વરસાદની બે સિસ્ટમ સક્રિય પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

દક્ષિણ અને મધ્ય ગુજરાત સહીત સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે

અમદાવાદ ;રાજ્યમાં વરસાદી બે સિસ્ટમ સક્રિય થઇ છે ત્યારે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે જોકે, અત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

   હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિમ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત અને દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત ગુજરાતના છોટા ઉદેપુર, દાહોદ અને મહિસાગરમાં પણ ભારે વરાસદની આગાહી છે.

    આ ઉપરાંત વડોદરા, આણંદ, નવસારી, ભરૂચમાં પણ ભારે વરાસદ પડવાની આગાહી કરાઇ છે. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં વરસાદની શકયતા છે 

(8:56 pm IST)