Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

રાજપારડી નજીક ધોલીડેમ ઓવરફ્લો: નીંચાણવાળા 13 ગામોને કરાયા એલર્ટ

ડેમમાંથી માધુમતિ ખાડીમાં પાણી વહેતા આસપાસના ગામોને સાવચેત કરાયા

ભરૂચના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક આવેલો ધોલીડેમ રવિવારે બપોરે 3 વાગે ઓવરફલો થતા નીચાણવારા 13 ગામોને સાવચેત કરાયા છે

   નાયબ કાર્યપાલક ઇજનેર ધોલી સિંચાઇ પેટા વિભાગ રાજપારડીના કે. એમ. બેરાવાલાએ જણાવ્યું હતું કે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ધોલીડેમ ઓવરફલો થયો છે અને ડેમમાંથી માધુમતિ ખાડીમાં પાણી વહેતા ખાડીની આસપાસના ધોલી, રઝલવાડા, બીલવાડા, કાંટોલ, મોટા સોરવા, કપાટ, તેજપુર હરિપુરા, રાજપારડી, સારસા, વણાકપોર, જરસાડ, રાજપુરા આમ કુલ મળીને 13 ગામોના લોકોને સાવચેત કરાયા છે

(8:39 pm IST)