Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

આણંદ જીલ્લાની ખાનગી શાળાઓ માટે પણ ફુડ લાઇસન્સ ફરજીયાત કરવા માંગણી

આણંદઃ જય ભારત સાથે જણાવવાનુ કે તા.૩૧-૭-૨૦૧૯ના ગુજરાત સમાચાર અખબાર પત્રકમા જણાવ્યા અનુસાર માન.સરકારશ્રીએ લોકોના સ્વાસ્થય સાથે ચેડા ન  થાય તે માટે પ્રસાદ-ભોજન પીરસતી ધાર્મિક સંસ્થાઓઆણંદ જીલ્લાની ખાનગી શાળાઓ માટે પણ ફુડ લાઇસન્સ ફરજીયાત કરવા માંગણીને ફૂડ લાઇસન્સ લેવુ ફરજીયાત બનાવ્યુ છે તે નિર્ણયને આવકાર્યે છીએ.

બીજી આવી એક જરૂરી બાબતથી આપને અવગત કરીએ છીએ કે હાલમા આણંદ જિલ્લામાં ઠેર ઠેર સ્વનિર્ભર (ખાનગી) શાળાઓ ખુલી ગઇ છે જેમાં પણ વાલીઓ પાસેથી મસમોટી ફી વસુલી શાળાઓમાં તેમના બાળકોને નાસ્તો તથા જમવાની સુવીધા આપવામાં આવે છે પણ અમુક શાળાઓમાં વહિવટકર્તા માત્ર પૈસા બનાવવાના હેતુ થી શાળા ચલાવે છે અને વાલી દ્વારા ચુકવવામાં આવેલ નાસ્તા  અને જમવાના પૈસામા પણ નફો કરી લેવાના હેતુથી ગમેતેવુ રાશન ખરીદી બાળકોના સ્વાસ્થયની ચીંતા કર્યા વગર નીચી ગુણવતા વાળુ ભોજન પીરસવામાં આવે છે અને જો કોઇ વાલી વિરોધ કરેતો તેમને કહિ દેવામાં આવે છે કે નાફાવેતો આપના બાળકને બીજી કોઇ સ્કૂલમા દાખલ કરીદો અથવાતો તેમના બાળકને બીજી કોઇ સ્કૂલમા દાખલ કરીદો અથવાતો તેમના બાળકને શાળાના શિક્ષકો દ્વારા ટાર્ગેટ કરી બિન જરૂરી રીતે હેરાન કરવામાં આવે છે.

સ્કુલોના રસોડામા પણ ઓછા પગારે કામ કરે તેવા સસ્તા માણસો રાખી કામ કરાવાય છે જેમને કોઇ હેરનેટ, હેન્ડ ગ્લોઝ કે એપ્રોન આપવામાં આવતુ નથી કે કઇ જાતની તાલીમ પણ આપવામાં આવતી નથી. ફાયર સેફટી કે પ્રાથમીક ઉપચારની તાલીમ કે સાધનો પણ હોતા નથી માત્ર આવી શાળાઓનો હેતુ રૂપીયા રડિ લેવાનોજ હોઇ છે.

પીવાનું પાણીની ગુણવતાતો દુરની વાત છે, વધેલો એઠવાડ પણ શાળાની આજુબાજુ ફેકી ગંદકી ફેલાવવામાં આવે છે.

તો હુ માન.નિરંજભાઇ પટેલ ધારા સભ્ય શ્રી થકી તથા માન. આણંદ જિલ્લા કલેકટર સાહેબ અને સમગ્ર આણંદ જિલ્લા તંત્રને અનુરોધ કરૂ છુ કે આણંદ જિલ્લામાં ચાલતી તમામ સ્વનિર્ભર શાળાઓ કે જે નાસ્તા-જમવાની સુવીધા વિદ્યાર્થીઓને આપે  છે તે તમામ શાળાઓને ફુડ લાઇસન્સ લેવુ ફરજીયાત બને તેવા પગલા ભરવા તથા આવી શાળાઓમાં સમય અંતરે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઓડિટ અને ચેકિંગ કરવામાં આવે જેથી કરીને અભ્યાસ કરતા વિદ્યાર્થિઓને ગુણવતા યુકત પૌષ્ટીક ભોજન મળતુ રહે. તેવું શ્રી સચિનકુમાર હરિહરભાઇ પટેલ કોન્ટેક નં.૯૯૨૫૨ ૪૪૪૨૦ની યાદી જણાવે   છે.

(8:32 pm IST)