Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

ખેડા તાલુકાના લાલી ગામે સાસુ સસરાને જાનથી મારી નાખવાની ધમકી આપનાર જમાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ખેડા: તાલુકાના લાલી ગામમાં રહેતાં હરીશભાઈ શકરાભાઈ ભોઈની પુત્રી નીતાબેનના લગ્ન ચારેક વર્ષ અગાઉ ઉંઢેલા ગામમાં રહેતાં જૈમિનકુમાર નયનભાઈ ભોઈ સાથે જ્ઞાતિના રિતરિવાજ મુજબ થયાં હતાં. બંનેનું શરૂઆતનું લગ્નજીવન સુખમય પસાર થયું હતું. લગ્નના એક વર્ષ બાદ તેઓને સંતાનમાં એક પુત્રી આરલ હતી. જો કે છેલ્લાં એક વર્ષ અગાઉ નીતાબેનને કોઈ બાબતે પતિ તેમજ સાસુ-સસરા વચ્ચે અણબનાવ બનતાં તેને સાસરીમાંથી કાઢી મુકી હતી. જેથી નીતાબેન તેમની વર્ષીય પુત્રી આરલને લઈ તેના પિયરમાં ચાલી આવી હતી. જે બાદ નિતાબેનને ગુજરાત એસ.ટી વિભાગમાં અમરેલી ડેપો ખાતે બસ કન્ડક્ટર તરીકે નોકરી મળતાં તે અમરેલી રહેવા ચાલી ગઈ હતી. અને પુત્રી આરલ તેના નાના-નાની સાથે રહેતી હતી. ગત તા.૩૧--૧૯ ના રોજ નિતાબેનના પતિ જૈમિનકુમાર નયનભાઈ ભોઈ અને સાસુ મંજુલાબેન નયનભાઈ ભોઈ નાના-નાની સાથે રહેતી પુત્રી આરલને પોતાના ઘરે લઈ જવા માટે લાલી ગામમાં આવ્યાં હતાં. ત્યારે આરલના નાના-નાનીએ તેઓને જણાવ્યું હતું કે આરલ હજી ઘણી નાની ઉંમરની છે. મોટી થયા બાદ તમોને સોંપી દઈશું. જેથી બંને જણાં ઉશ્કેરાઈ જઈ ગમેતેમ ગાળો બોલવા લાગ્યાં હતાં. અને જો પુત્રી સોંપવામાં નહી આવે તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકીઓ આપી હતી.

(6:37 pm IST)