Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

નડિયાદના મરીડા નજીકથી વીજ થાંભલાની ચોરીથી અરેરાટી: આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

નડિયાદ:તાલુકાના મરીડા ગામેથી એમજીવીસીએલના વીજ ખાંભલાની ચોરી કરનાર ઇસમને નડિયાદ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો છે. શનિવારે સવારના સમયે કેટલાક ઇસમો વીજ થાંભલાની ચોરી કરી લઇ જઇ રહ્યા હતા, તે સમયે ફરજ પર પહોચેલા વાયરમેને સમગ્ર ઘટના જોતા પોલીસને જાણ કરી હતી. જે અંગે તપાસ કરતી પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

(6:37 pm IST)